રાજકોટમાં ધોળે દિવસે રૂપિયા ચાર લાખની ચોરીઃ તસ્કર બેલડી સકંજામાં

January 19, 2019 at 11:47 am


રાજકોટમાં રેઢુપડ સમજી ઉતરી પડેલા તસ્કરોને બાનમાં લેવા પોલીસ કમિશનરે નાઈટ પેટ્રાેલીગ કરવાના કરેલા આદેશ દરમિયાન મકર સંક્રાંતિના તહેવાર નિમિતે મવડી નજીક આવેલ નવલનગર વિસ્તારમાં તસ્કરોએ ધોળે દિવસે મકાનના તાળાં તોડી રૂા.4 લાખની રોકડની ચોરી કરી લઈ જતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે ક્રાઈમ બ્રાંચે ચોકકસ બાતમીને આધારે તસ્કર બેલડીને ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ નવલનગરમાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે બાંગો છગનભાઈ ગોહેલ નામના મોચી યુવાને માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી હતી. જેમાં ગત તા.12/1ના રોજ સવારે 11 થી સાંજે સુધી તેના બંધ મકાનના તાળાં તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રૂપિયા ચાર લાખની કોઈ અજાÎયા તસ્કરો ચોરી ગયાની નાેંધાવેલી ફરિયાદના આધારે માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ એન.એન.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની પ્રાથમીક તપાસમાં પ્રકાશભાઈના ભત્રીજાના લગ્ન હોય લગ્ન માટે તેના ઘેર રૂા.4 લાખની રોકડ રાખી હતી. મજુરી કામ કરતા પ્રકાશભાઈ સાથે ઈકો કારના ભાડા પણ કરતા હોવાનું તેમજ તેની પત્ની અને બે સંતાનો અમદાવાદ સંક્રાંતનો તહેવાર મનાવવા ગયા હતા અને પ્રકાશભાઈ ઈકો કાર લઈ ભાડા કરવા ગયા હતા ત્યારે રેઢા મકાનમાં તસ્કરોએ ચોરી કરી ગયાનું જણાવતા માલવીયાનગર પોલીસે ગુનો નાેંધી તસ્કર ટોળકીને ઝડપી લેવા ચક્રાે ગતિમાન કર્યા હતા.
દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવીની સુચનાથી પીએસઆઈ ઉનડકટ સહિતના સ્ટાફે નવલનગર ખાતે દોડી જઈ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોકકસ બાતમી પરથી નામચીન તસ્કર બેલડીને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા નવલનગરમાં ધોળા દિવસે રૂા.4 લાખની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL