રાજકોટમાં ‘નો એલર્ટ’: આઈ–વે પ્રોજેકટ અનુસાર તાપમાન ૩૫થી ૩૯ ડિગ્રી રહેશે

April 17, 2019 at 4:56 pm


રાજકોટના ચાલું ઉનાળામાં એક વખત મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો પરંતુ તાજેતરમાં એકાએક હવામાનમાં પલટો આવી જતાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. દરમિયાન મહાપાલિકાના આઈ–વે પ્રોજેકટના સેન્સર અનુસાર આગામી તા.૧૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ સુધી રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીથી નહીં વધે. વધુમાં મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ આઈ–વે પ્રોજેકટના સેન્સરમાંથી પ્રા ડેટા અનુસાર તા.૧૮મીએ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી, ૧૯મીએ ૩૬ ડિગ્રી, ૨૦મીએ ૩૭ ડિગ્રી અને ૨૧મીએ મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી રહેશે. આ દિવસો દરમિયાન શહેરીજનોને ગરમીમાં રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે તાપમાનનો પારો ૪૦થી ૪૨ ડિગ્રીએ પહોંચે ત્યારે ‘યલ્લો એલર્ટ’ જાહેર કરાતું હોય છે અને ૪૨થી ૪૪ ડિગ્રી સુધી ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાતું હોય છે અને તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચે ત્યારે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતું હોય છે. યારે હાલની સ્થિતિએ રાજકોટ શહેરમાં ગરમીને લગતું કોઈ એલર્ટ નથી.

Comments

comments

VOTING POLL