રાજકોટમાં પંજાબ હોન્ડા સાથે રૂા.10.17 લાખની છેતરપિંડી

July 18, 2019 at 11:31 am


Spread the love

રાજકોટના પંજાબ હોન્ડા કંપની સાથે ઉપલેટાના બ્રાન્ચ મેનેજરે રૂા.10.17 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નાેંધાઈ છે. રાજકોટના કિસાનપરા ચોક પાસે રહેતા બ્રાન્ચ મેનેજર લોહાણા શખસે ઉપલેટા ખાતેના શો-રૂમમાંથી 16 મોટરસાઈકલ સહિતનો મુદ્દામાલ બારોબાર વેચી નાખી રોકડ ચાઉં કરી જતાં ગુનો નાેંધાયો છે.

રાજકોટના સુભાષનગર મેઈન રોડ પર ધ્રુવનગર-2, રૈયારોડ પર રહેતા અને કાલાવડ રોડ ખાતે પંજાબ આેટો મોબાઈલ્સ એટલે કે પંજાબ હોન્ડામાં કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતાં નિકુંજ પ્રભુદાસ વઢવાણાએ નાેંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના સરસ્વતી એપાર્ટમેન્ટ બ્લોક નં.101, કિસાનપરા ચોક પાસે રહેતા અને ઉપલેટા ખાતે ભાદર રોડ પર પંજાબ હોન્ડાના આેથાેરાઈઝડ સેન્ટરમાં બ્રાન્ચ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતાં વિરેનભાઈ જગદીશભાઈ ચંદારાણાનું નામ આપ્યું છે.

રાજકોટના પંજાબ હોન્ડાના બ્રાન્ચ મેનેજર નિકુંજભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપલેટા ખાતે પંજાબ હોન્ડાના આેથાેરાઈઝડ સેન્ટરમાં બ્રાન્ચ ઈન્ચાર્જ વિરેન જગદીશભાઈ ચંદારાણાને નોકરીએ રાખ્યા હતા જેમાં તેને વેચાણનું કમિશન પણ આપવામાં આવતું હતું તેમજ વાહન વેચાણનો તથા સવિર્સ સેન્ટરનો હિસાબ રાજકોટ ખાતેની આેફિસે આપવાનો હોય વિરેન ચંદારાણાએ ઉપલેટા ખાતેના શો-રૂમમાંથી 16 જેટલા મોટરસાઈકલ જેમાં એિક્ટવા 5-જી, 10 હોન્ડા ડ્રીમ મોટરસાઈકલ, પાંચ હોન્ડા શાઈન-1 એમ રૂા.9.97 લાખના મોટરસાઈકલ તથા સ્પેરપાર્ટસ વેચાણના રૂા.28,425, વીમા પોલિસીની રોકડ રૂા.31,000 મળી રૂા.10,17,225 જેટલી રકમ રાજકોટ ખાતે આેફિસે જમા કરવાના બદલે ચાઉં કરી ગયો હતો.
વિરેનને બ્રાન્ચ મેનેજર નિકુંજભાઈએ ફોન કરી ઉપલેટા શો-રૂમની વિઝિટ માટે રાજકોટથી કંપનીના કર્મચારી ધર્મેન્દ્રસિંહ, ભાર્ગવ પરમાર અને ભાવેશ રાવતને મોકલવાની વાત કરતાં વિરેને ફોન બંધ કરી દીધા હતા અને વિરેનના કાકા વિજય નટવરલાલ ચંદારાણાએ આ અંગે નિકુંજભાઈને ફોન કરી વિરેન કયાંક જતો રહ્યાે હોવાનું જણાવ્યું હતું.

તપાસ કરતાં અને સ્ટોકનું લિસ્ટ કઢાવતા 26 મોટરસાઈકલના સ્ટોકમાંથી 16 મોટરસાઈકલ અને વીમા પોલિસીની રકમ સહિત રૂા.10.17 લાખની છેતરપિંડી થયાનું માલુમ પડતાં આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાઈ છે.