જીવરાજ પાર્કમાં પત્ની અને પુત્રની હત્યાનો પ્રયાસ કરી કારખાનેદારનો આપઘાત

April 25, 2019 at 11:00 am


શહેરના અંબિકા ટાઉનશિપ જીવરાજ પાર્કમાં રહેતા પટેલ કારખાનેદારે પોતાની પત્ની અને પુત્ર ઉપર છરીથી હુમલો કરી ગળાના ભાગે છરીથી ઈજા કરી પોતે પણ ઝેરી દવા પી લીધા બાદ સારવારમાં ત્રણેયને હોસ્પિટલે ખસેડાયા હતા યાં કારખાનેદારનું મોત થયું હતુ. યારે માતા–પુત્રની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટના પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
શહેરના જીવરાજ પાર્કમાં બી–૧૦૪ શાંતિવનમાં રહેતા અને જોબવર્કનું કામ કરતાં રાજેશ કાંતિ વાછાણી (ઉ.વ.૪૫)એ પોતાની પત્ની સોનલબેન અને પુત્ર સાહિલ (ઉ.વ.૧૯) ઉપર આજે સવારે છરીથી હુમલો કર્યેા હતો. બન્નેના ગળાના ભાગે છરીથી ઈજા કર્યા બાદ રાજેશભાઈએ પોતે ઝેરી દવા પી લીધી હતી.

આ ઘટનામાં રાજેશભાઈના પુત્ર સાહિલે આ બાબતે તેના માસા મનોજભાઈ ગોરધનભાઈ કટેશિયાને જાણ કરતાં ૧૦૮ મારફતે ત્રણેયને રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા યાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હતું.
આ ઘટનામાં સોનલબેન અને સાહિલને ગળાના ભાગે ઈજા થઈ હોય જેમાં સોનલબેનની હાલત ગંભીર હોય તેમને તાત્કાલીક ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલરૂમને કરવામાં આવતાં ફરજ પરના સ્ટાફે આ અંગે પોલીસ અધિકારીઓ તેમજ તાલુકા પોલીસ મથકને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ હિરેનભાઈ તથા નગીનભાઈ ડાંગર સહિતનો સ્ટાફ એસ્ટ્રોન ચોક ખાતે આવેલી ખાનગી હોસ્પિટલે દોડી ગયો હતો અને આ ઘટના અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પાછળ આર્થિક ભીંસ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજેશભાઈ પાસે પુત્રની ફી ભરવા માટે પણ પૈસા ન હતા
જીવરાજ પાર્કમાં બનેલી ઘટનામાં પટેલ કારખાનેદારે પોતાના ૧૯ વર્ષના પુત્ર સાહિલ અને પત્ની સોનલને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી આપઘાત કરી લીધાની ઘટનામાં હાલ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં આર્થિક સ્થિતિ રાજેશભાઈની નબળી હોવાનું જાણવા મળ્યું હતું. મારવાડી કોલેજમાં બી–ફાર્મ કરતાં તેના પુત્ર સાહિલની ફી ભરવા માટે પણ રાજેશભાઈ પાસે પૈસા ન હોય થોડા વખત પૂર્વે જ તેમણે પોતાના સાઢુભાઈને આ બાબતે વાત કરી હતી. આ ઘટનામાં પારિવારિક આર્થિક સ્થિતિના કારણે આ બનાવ બન્યાનું ચર્ચાઈ રહ્યું છે.
કારખાનેદારને જૂના ઘરના ભાડૂઆત બ્યુટીપાર્લર સંચાલિકા સાથે ઝઘડો થયો’તો
કારખાનેદાર રાજેશભાઈ વાછાણી અગાઉ ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતા હોય અને તેમનું પોતાની માલિકીનું મકાન હોય યાં નીચે ભાડૂઆત તરીકે બ્યુટીપાર્લર ચલાવતી મહિલા સાથે મેન્ટેનન્સ બાબતે બે માસ પૂર્વે ઝઘડો થયો હતો અને આ બાબતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ બ્યુટીપાર્લર સંચાલિકા અને રાજેશભાઈ વચ્ચેના ઝઘડાના કારણે તેમણે ચિત્રકૂટધામ પાસેનું પોતાનું મકાન છોડી જીવરાજ પાર્કમાં બે માસ પૂર્વે જ ભાડે રહેવા આવ્યા હતા. બ્યુટીપાર્લર સંચાલિકા સાથેના ઝઘડામાં તેમનું મકાન પણ વેચાતું ન હોય તે બાબતથી તેઓ માનસિક રીતે અસ્વસ્થ બની ગયા હતા

Comments

comments

VOTING POLL