રાજકોટમાં પાન-માવાના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકોઃ કાેંગ્રેસની માગણી

July 12, 2018 at 3:16 pm


રાજકોટ શહેર વિસ્તારમાં પાન-માવાના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા માટે વિપક્ષ કાેંગ્રેસે માગણી કરી છે અને આ માટે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ મ્યુનિસિપલ કમિશનરને ઈનવર્ડ નં.108 તા.12-7-2018થી પત્ર પાઠવીને રજૂઆત કરી છે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીને પાઠવેલા પત્રમાં રજૂઆત કરતાં વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે રાજકોટમાં અંદાજે 5000 જેટલી પાનની દુકાનો, રેંકડીઆે, કેબિનો અને ગલ્લાઆે આવેલા છે. શહેરની 17 લાખની વસ્તીમાં દરરોજ અંદાજે એકાદ લાખ પાન-માવા વેચાતા હોય તો પણ 1 લાખ જેટલા પ્લાસ્ટિકના પાનપીસ જાહેરમાં ફેંકવામાં આવે છે તેનાથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ અને ગંદકી ફેલાય છે. ચોમાસામાં પ્લાસ્ટિક ભૂગર્ભ ગટરમાં ફસાઈ જાય છે અને વરસાદી પાણીનો નિકાલ અવરોધાય છે આથી વહેલામાં વહેલી તકે પાના-માવાની દુકાનોમાં અપાતાં પાનપીસ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગણી છે.

Comments

comments

VOTING POLL