રાજકોટમાં મેળાનું સમાપનઃ 10 લાખથી વધુ લોકોએ મોજ માણી

September 6, 2018 at 10:53 am


ગત તા.1 સપ્ટેમ્બરથી રાજકોટમાં રેસકોર્સના મેદાનમાં યોજાયેલા પાંચ દિવસના મેળાનું ગઈકાલે રાત્રે સમાપન થયું છે. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે અને પ્રાંત અધિકારી એ.ટી. પટેલના માર્ગદર્શન હેઠળ મેળાની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને કોઈ મોટી ઘટનાને બાદ કરતાં લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. પાંચ દિવસના આ મેળામાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને 10 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હોવાનું તંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે.
મેળામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ત્રણ હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત મુકાયો હતો. ટ્રાફિકના પ્રશ્નો ન સજાર્ય તે માટે મેળાની ચોતરફના રસ્તાઆે પર વાહનની અવર-જવર અને પાર્કિંગના મુદ્દે નિયંત્રણો લાગુ પાડવામાં આવ્યા હતા અને તેના કારણે લોકોને મેળામાં હરવા-ફરવામાં વધુ સુગમતા રહી હતી. કાયદો-વ્યવસ્થાના કોઈ મોટા પ્રશ્નો ન સજાર્તા આયોજકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.
મેળાના પ્રથમ દિવસથી જ છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસ ઉઘાડ નીકળતા અને વરસાદનું વિધ્ન ન આવતાં લોકોએ મન ભરીને મેળાની મોજ માણી હતી. એટલું જ નહી વેપારીઆેને પણ આ મેળો ફળ્યો હતો. મેળાનું સમાપન ગઈકાલે રાત્રે જ થઈ ગયું હતું પરંતુ આજે સવારે ‘ઉઠતી બજારે’ રમકડાં સહિતની ચીજવસ્તુઆે ખરીદવા માટે લોકોની પડાપડી થઈ હતી અને વેપારીઆેએ વધ્યો ઘટયો માલ પડતર કિંમતે અથવા તો આેછા નફાએ વેચી નાખ્યો હતો.
જન્માષ્ટમી અને નોમના દિવસે યાંત્રિક રાઈડવાળાઆેએ ટિકિટના નામે કાળાબજાર કરી લૂંટ ચલાવી હતી પરંતુ તહેવારના દિવસોમાં લોકોએ તેનો વિરોધ પણ કર્યો ન હતો. આવી જ રીતે આઈસ્ક્રીમના સ્ટોલ ધારકને પણ તગડી કમાણી થવા પામી હતી. રાજકોટના મેળા ઉપરાંત ખાનગી મેળાઆેમાં અને આસપાસના ફરવાના સ્થળોએ પણ માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટયો હતો. ઈશ્વરિયા પાર્ક, પ્રÛુમન પાર્ક, લાલપરી, રાંદરડા, રતનપર સહિતના સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડતા એસ.ટી.ને પણ તડાકો પડયો હતો.
પાંચ દિવસના તહેવારોનો માહોલ હવે પુરો થયો છે અને આજથી સરકારી કચેરીઆે, શાળા-કોલેજો નિયમિત રીતે શરૂ થઈ ગયા છે.

Comments

comments

VOTING POLL