રાજકોટમાં વધુ 2 ઇંચઃ આજી-1, ન્યારી-1, ભાદર-1માં નવા નીર

August 16, 2019 at 4:00 pm


રાજકોટમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની સાંજે ધોધમાર 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને આ સાથે મહાપાલિકાના આઈ-વે પ્રાેજેકટના સેન્સર રિપોર્ટ મુજબ રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ 41 ઇંચ થયો છે.
વધુમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આઈ-વે પ્રાેજેકટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મુકાયેલા સીસીટીવી કેમેરાના સેન્સરમાં પણ વરસાદ માપવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે અને તે સેન્સરના રિપોર્ટ મુજબ રાજકોટમાં ગઈકાલે 50.8 મીમી (2 ઇંચ) પાણી વરસ્યું હતું અને આ સાથે મોસમનો કુલ વરસાદ 1025 મીમી (41 ઇંચ) થયો છે તેમ મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં આજે સવારથી બપોરે 3-30 સુધીમાં 7મીમી વરસાદ નાેંધાયો હોવાનું ફાયર બ્રિગેડ કંટ્રાેલરૂમના સૂત્રોએ જાહેર કર્યું હતું.

Comments

comments