રાજકોટમાં વાહન અકસ્માત જેવી નજીવી બાબતે યુવાનની હત્યા

July 19, 2019 at 11:50 am


રાજકોટમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતે 150 ફૂટ રોડ પર સરાજાહેર યુવાનની ચાર શખસોએ હત્યા કરી નાખતાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ બનાવ અંગે મુિસ્લમ શખસ અને તેના બે પિતરાઈ ભાઈ સહિત ચાર વિરૂધ્ધ ગુનો નાેંધી ચારેયની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટના હનુમાન મઢી પાસે આવેલ શિવપરા શેરી નં.2માં રહેતો અને કારખાનામાં મજૂરીકામ કરતો આકાશ ભગવાનજી રાઠોડ નામનો ભીલ યુવાન પોતાનું મોટરસાઈકલ લઈ 150 ફૂટ રોડ પર નાણાવટી ચોક પાસે જાસલ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતો હતો ત્યારે તેનું મોટરસાઈકલ ત્યાં ઉભેલા સહેજાદ ઉર્ફે નવાબના મોટરસાઈકલ સાથે અથડાયું હતું જે બાબતે બોલાચાલી થઈ હતી. નવાબે ફોન કરી તેના પિતરાઈ ભાઈ ફેઝલને બોલાવતાં ફેઝલ અને તેનો નાનો ભાઈ અંકિત તથા વિનય નામનો શખસ ત્યાં આવ્યા હતા અને આશિષ સાથે ઝઘડો કર્યો હતો.

આ ઘટના વખતે આકાશ સાથે તેનો મિત્ર અંકિત અને સદામ પણ હતા. ઝઘડો થતાં બન્ને મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે આકાશ સાથે સહેજાદ ઉર્ફે નવાબ, તેના પિતરાઈ ભાઈ ફેઝલ અને ફેઝલનો નાનો ભાઈ અંકિત અને મિત્ર વિનયે મારામારી કરી હતી. ફેઝલ, અંકિત અને વિનયે આકાશને પકડી રાખ્યો હતો. જ્યારે સહેજાદ ઉર્ફે નવાબે છરી વડે આકાશને માથા, છાતી અને પીઠના ભાગે ઘા ઝીકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં આકાશ ત્યાં ઢળી પડયો હતો. હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા હતા. લોહીલુહાણ હાલતમાં સદામ અને અંકિતે આકાશને સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહાેંચાડયો હતો પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં એસીપી પી.કે. દિઆેરા, ગાંધીગ્રામના પીઆઈ આેડેદરા, ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવી, એસઆેજી પીઆઈ રાવલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે આકાશના ભાઈ આશિષ ભગવાનજી રાઠોડની ફરિયાદના આધારે ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન આકાશ લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL