રાજકોટમાં ‘વિરપ્પન’ ઝળકયો? વૃક્ષો કાપી જતી ગેંગનો આતંક

June 12, 2019 at 6:37 pm


રાજકોટમાં એક તરફ ચોમાસા પૂર્વે વૃક્ષારોપણ માટેનું આયોજન ઘડી બે લાખ વૃક્ષો રોપવા મહાપાલિકામાં બેઠકો યોજાઈ રહી છે. બીજી બાજુ ‘સ્મશાન માટે લાકડા જોઈએ છે’ તેમ કહીને રાજકોટમાં લીલાછમ વૃક્ષો કાપી જતી ગેંગ સક્રિય થયાનું ખૂદ મહાપાલિકાની ગાર્ડન શાખાએ જાહેર કયુ છે.

વધુમાં આ અંગે મહાપાલિકાની ગાર્ડન શાખાના પાર્ક ડાયરેકટર ડો.કે.ડી.હાપલિયાએ જણાવ્યું હતું કે, શહેરના કોઈપણ વિસ્તારમાં લીલાછમ ઝાડવા કાપતી ગેંગ નજરે પડે તો તાત્કાલીક અસરથી તેમના મો.ન.ં ૯૭૧૪૫ ૦૩૭૧૬ પર જાણ કરવા અપીલ છે. ખાસ કરીને આ ગેંગના સભ્યો સ્મશાન માટે લાકડા જોઈએ છે તેમ કહીને વૃક્ષો કાપવા માટે આવતા હોય કોઈ ઈન્કાર કરતું નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે, રાજકોટના કોઈપણ સ્મશાનમાં લાકડા માટે લીલાછમ વૃક્ષો કાપવાની પ્રવૃતિ કરાતી નથી. કોઈ લેભાગુ તત્વોની ગેંગ દ્રારા આ કારસ્તાન શરૂ કરાયું છે અને આ ગેંગને પકડી પાડવા માટે મહાપાલિકાની વિજીલન્સ પોલીસ બ્રાંચને પણ જાણ કરી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેયુ હતું.
દરમિયાન આજે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતોમાંથી આજે વોર્ડ નં.૧૩ની વૃંદાવન સોસાયટીમાં આ ગેંગ દ્રારા ગેરાયદેસર રીતે સવન, રાવણા, બોરસલી, પેલ્ટોફોર્મ, ગુંદો સહિતના ૧૦ જેટલાં લીલાછમ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતાં. આ અંગે ગાર્ડન શાખાને જાગૃત નાગરિકોએ ફરિયાદ કરતાં ત્યાં જઈને સ્થળ તપાસ કરતાં એવું માલૂમ પડયું હતું કે, ગેંગ લખણ ઝળકાવીને રફચકકર થઈ ગઈ છે. શહેરના કોઈપણ વિસ્તારમાં વૃક્ષો કપાતા નજરે પડે તો મહાપાલિકાના કોલસેન્ટરમાં ફરિયાદ કરવા અનુરોધ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મંજૂરી વિના વૃક્ષો કાપવા એ ગેરકાનૂની કૃત્ય હોય આથી મહાપાલિકા ઉપરાંત પોલીસમાં પણ ફરિયાદ કરી શકાય છે

Comments

comments

VOTING POLL