રાજકોટમાં વેપારી પટેલ યુવાનનો ઝેર પી આપઘાત

February 12, 2019 at 11:43 am


રાજકોટમાં મવડી પ્લોટમાં આવેલ શિવ પાર્કમાં રહેતા અને ત્યાં જ સાઈકલનો શોરૂમ ધરાવતા પટેલ વેપારીએ પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બે માસ પહેલા જ જેતપુરમાં સાઈકલનો શોરૂમ શરૂ કર્યો હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા હોસ્પિટલે દોડી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મવડી પ્લોટ નજીક આવેલ શિવ પાર્કમાં રહેતા મુકેશભાઈ મનસુખભાઈ હીરપરા ઉ.વ.38 નામનો પટેલ યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમ્યાન મોત નિપજતાં તાલુકા પોલીસ મથકના જમાદાર એચ.જે.જોગડા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં મુકેશભાઈને સંતાનમાં એક પુત્ર હોવાનું અને ઘર પાસે ધ સાઈકલોન નામનો સાઈકલનો શોરૂમ ધરાવતા હોવાનું અને બે માસ પહેલા જ જેતપુરમાં સાઈકલનો શોરૂમ શરૂ કર્યાનું પરિવારજનોએ જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL