રાજકોટમાં હાઈ-વે લૂંટ કરતી ટોળકી સqક્રયઃ બેડી ચોકડી પાસે ટ્રકચાલકને લૂંટી લીધો

February 12, 2019 at 11:49 am


રાજકોટની ભાગોળે હાઈવે પર લૂંટારૂ ટોળકી સqક્રય થઈ છે. પાંચ દિવસ પુર્વે મોરબી બાયપાસ રોણકી ગામના પાટીયા પાસે એક જ રાતમાં ટ્રક અને ટેન્કરના ચાલકને લૂંટી લીધાની ઘટના બાદ ગઈકાલે તે જ વિસ્તારમાં બેડી ચોકડી પાસે અમદાવાદ તરફના બાયપાસ નજીક ટ્રક ચાલકને લુંટી લીધાની ઘટના બનતા પોલીસ સqક્રય થઈ છે અને આ લૂંટારૂ બેલડીને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે.
બેડી ચોકડીથી આગળ અમદાવાદ તરફ જતા હાઈવે પર ગઈકાલે સાંજે સવા ચારના સુમારે હોન્ડા પર આવેલા બે અજાÎયા શખસો કે જેમાં એક શખસે લાલ કલરનું જાકીટ અને બીજા શખસે બ્લુ કલરનું જાકીટ પહેર્યું હતું. તે બન્ને શખસોએ એચઆર61એ 3230 નંબરના ટ્રકને આંતર્યો હતો અને ટ્રકના ચાલક મુળ યુપીના ગાજીપુર જિલ્લાના જમાનીયા તાલુકાના મહમદપુરના વતની અને હાલ વાપી રહેતા જમશેદ રફીઉલ્લાખાન પઠાણ ઉ.વ.26ને છરી દેખાડી હતી અને ડરાવી પાકીટ ખીસ્સામાંથી કાઢી લીધું હતું. જેમાં 11 હજાર રોકડા તેમજ ડ્રાઈવીગ લાયસન્સ અને આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો પણ હતા. તે લૂંટી નંબર વગરના બાઈક ઉપર ભાગી છૂટયા હતા.
આ અંગે જમશેદખાન પઠાણના જણાવ્યા અનુસાર ગત તા.8ના રોજ તે કલીનર વગર વાપીથી ટ્રકમાં 40 ફ્રીઝ લઈ રાજકોટ આવવા નીકýયો હતો અને 10 ફેબ્રુઆરીના રોજ રવિવાર હોવાથી ડીલેવરી થાય તેમ ન હોય તે કુવાડવા રોડ પર આઈઆેસી પ્લાન્ટ પાસે ટ્રક પાર્ક કરી રોકાઈ ગયો હતો અને બાદમાં જામનગર રોડ પર બજરંગવાડી પોલીસ ચોકી પાસે શોરૂમમાં ફ્રીઝની ડીલેવરી કરી સાંજે જમવા નીકýયો હતો. ત્યારે બેડી ચોકડીથી આગળ હોન્ડાસવાર બે શખસોએ તેને આંતરી ટ્રક ઉભો રખાવી લૂંટી લીધો હતો.
પાંચ દિવસ પુર્વે પણ રોણકી ગામના પાટીયા પાસે આ જ વિસ્તારમાં ટ્રક અને ટેન્કરમાં પંચર પાડી બન્નેના ચાલકો ઉપર હુમલો કરી રૂા.21 હજારની લૂંટ થઈ હતી જેનો હજુ ભેદ ઉકેલાયો નથી ત્યારે લૂંટની આ બીજી ઘટનાથી ક્રાઈમ બ્રાંચ તેમ બી-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ સતર્ક થયો છે અને તપાસ શરૂ કરી છે. જો કે, પોલીસને આઈ-વે પ્રાેજેકટના સીસીટીવી કેમેરા મારફતે મહત્વની કડી મળી હોવાનું જાણવા મýયું છે. જેના આધારે પોલીસ આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા શખસોની આેળખ મેળવવામાં સફળ રહેશે અને આ લૂંટનો ભેદ ઉકેલાઈ જશે તેવી આશા છે.

Comments

comments

VOTING POLL