રાજકોટમાં ૧૧ કિલોમીટરનો આજી રિવર ફ્રન્ટ બનાવાશે: મુખ્યમંત્રી

February 2, 2018 at 12:21 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગરને રિવર ફ્રન્ટની ભેટ મળવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

વિજયભાઈ રૂપણીએ રાજકોટ મહાનગરપાલિકાને આજી-1 ડેમમાંથી આજી ડેમ-2ના ઉપરવાસ બેડી ગામ પાસેથી પસાર થતાં 150 ફૂટ રિ»ગરોડ સુધીનો 11 કિલોમીટર જેટલો વિસ્તાર આજી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સાેંપવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે આજી રિવર ફ્રન્ટ રિ-ડેવલપમેન્ટની આ કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાતા રાજકોટના નગરજનોને પ્રવાસન પર્યટન આનંદ-પ્રમોદનું જોવા-ફરવાલાયક નવતર નજરાણું પ્રાપ્ત થશે.

Comments

comments

VOTING POLL