રાજકોટમાં ૩૫ ડિગ્રીને પાર કરતું તાપમાન

October 9, 2019 at 4:16 pm


સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત સમગ્ર રાયમાંથી ચોમાસું ગાયબ થઈ ગયું છે અને સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતું હોવાના કારણે વાતાવરણમાં પલટા ના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર કચ્છના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને પાર કરી જતાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટમાં ૩૫.૧ સુરેન્દ્રનગરમાં ૩૫.૭ ભુજમાં ૩૫.૪ અને કંડલામાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સવારના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી અને સવારે ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે બફારો અનુભવાય છે .પવનની દિશા આવતીકાલથી બદલાશે અને તેના કારણે ધીમે–ધીમે ઋતુ પરિવર્તન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે

Comments

comments