રાજકોટમાં 400થી વધુ સરકારી-ખાનગી શાળા અને કોલેજો સજ્જડ બંધ

September 10, 2018 at 11:29 am


પેટ્રાેલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કાેંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને રાજકોટમાં શૈક્ષણિક સંસ્થાઆેએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. 400 જેટલી ખાનગી સ્કૂલના સંચાલકોએ ગઈકાલે મોડીસાંજે જ સત્તાવાર જાહેરાત કરી આજે ખાનગી શાળાઆે બંધમાં જોડાશે તે સ્પષ્ટ કર્યું હતું. આ ઉપરાંત એનએસયુઆઈ અને યુવક કાેંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ ગઈકાલે મોડીસાંજથી જ જુદી જુદી સ્કૂલ અને કોલેજોના સંચાલકોને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી અને તેનો સાનુકુળ પ્રતિભાવ આજે સવારે જોવા મળ્યો હતો અને 400થી વધુ ખાનગી, સરકારી શાળાઆે અને કોલેજો બંધમાં જોડાઈ હતી.

યુવક કાેંગ્રેસ અને એનએસયુઆઈના આગેવાનો મુકેશભાઈ ચાવડા, ભરતસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, જયકિશનસિંહ ઝાલા, કેતન ઝરિયા, જગપાલ મકવાણા, મોહન ભરવાડ સહિતનાઆે સવારે વિવિધ સ્કૂલોમાં નીકળ્યા હતા અને સવારના ભાગે ચાલુ રહેલ સેન્ટમેરી સ્કૂલ, કણસાગરા કોલેજ, જસાણી કોલેજ, કુંડલિયા કોલેજ, ભાલોડિયા કોલેજ, ધમસાણીયા કોલેજ, ગિતાંજલિ કોલેજ અને રાષ્ટ્રીય શાળામાં આવેલ મીનાબેન કુંડલિયા ગુજરાતી માધ્યમની કોલેજ ચાલુ હોવાની જાણ થતાં ત્યાં ટોળાં પહાેંચ્યા હતા અને શાળ-કોલેજો બંધ કરાવી હતી.

એનએસયુઆઈના આગેવાનોના જણાવ્યા મુજબ ગઈકાલે અમે ફોન દ્વારા મારવાડી યુનિવસિર્ટી, આત્મીય યુનિવસિર્ટી, આર.કે. યુનિવસિર્ટી, પીડીએમ કોલેજ, ક્રાઈસ્ટ કોલેજ, હરિવંદના કોલેજ, ટી.એન. રાવ કોલેજ, સર્વોદય કોલેજ, માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજ, દર્શન કોલેજ, અપિર્ત કોલેજ, જસાણી કોલેજ, ભાલોડિયા કોલેજ, કુંડલિયા કોલેજ, કુંડલિયા મહિલા ઇંિગ્લશ કોલેજ, ધમસાણિયા કોલેજ, કણસાગરા કોલેજ, મિરાિમ્બકા કોલેજ સહિતની કોલેજો અને સ્કૂલોનો ટેલિફોનીક તથા રૂબરૂ સંપર્ક સાધીને બંધમાં જોડાવા અપીલ કરી હતી જેનો સાનુકુળ પ્રતિસાદ આ કોલેજના સંચાલકોએ આપ્યો છે.

Comments

comments

VOTING POLL