રાજકોટમાં 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના આરોપીનો કેસ વકીલો હાથમાં લેશે નહી

December 2, 2019 at 4:18 pm


Spread the love

રજાકોટમાં ત્રણ દિવસ પહેલા 8 વર્ષની બાળકી ઉપર રેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં પોલીસે હરદેવ નાથબાવાની ધરપકડ કરી છે, આ અતિ ગંભીર ઘટનાને હળવાશથી ન લઈ રાજકોટ બાર એસોસિએશનની કારોબારી કમિટીએ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો છે અને આ સરકયુલર ઠરાવથી આરોપી હરદેવ નાથાબાવાના બચાવ માટે રાજકોટ શહેરના વકીલોએ વકીલ તરીકે રોકાવું નહી તેવું સવાર્નુમતે સરકયુલર ઠરાવ કર્યો છે.

વધુમાં હૈદરાબાદમાં બનેલ લેડિઝ ડોકટરની રેપ કરી હત્યા કરી સળગાવી દેવાની હીચકારી ઘટના તથા ગુરૂવારના રોજ રાજકોટમાં બનેલ બનાવના વિરોધમાં આજે બપોરે 12 કલાકે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીની આગેવાની હેઠળ વકીલો સૂત્રોચ્ચાર કરી આ બન્ને બનાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો. દરમિયાન 8 વર્ષની બાળકી પર થયેલ રેપની ઘટનાના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશને રાજકોટના ડિસ્ટિ²કટ એન્ડ સેશન્સ જજ સમક્ષ એવી માગણી કરે છે કે આરોપી હરદેવ નાથાબાવા સામેનો કેસ ફાસ્ર્ટ ટ્રેક કોર્ટમાં ડે-ટુ-ડે ચાલે તેવી રાજકોટ બાર એસોસિએશન માગણી કરે છે.

આ સકરયુલર ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી નિલેશભાઈ પટેલ, ટ્રેઝરર અમિતભાઈ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનિશભાઈ જોશી તથા કારોબારી સભ્ય નિશાંતભાઈ જોશી, સુમિતભાઈ વોરા, જીતેન્દ્રભાઈ પારેખ, મનિષભાઈ આચાર્ય, પંકજભાઈ દાેંગા, રેખાબેન પટેલ, સંદીપભાઈ જોશી, રિતેશભાઈ ટોપિયા, સંજયભાઈ પંડયા, રાજેશભાઈ ચાવડાએ સમર્થન આપેલ છે અને આ વિરોધના કાર્યક્રમમાં સોહીન એચ.મોર, ધીમંત આર.જોશી, પ્રકાશ જી.ગોહિલ, પાનોલા નંદકિશોર, હિતેષ આર.ભાયાણી, સોહિલ સમા, હેમલ ગોહિલ, ડી.ડી.પરમાર, વિક્રમ જોષી, કરૂનાલ દવે, રશ્મીબેન જોશી, મીનાક્ષી દવે, મુકતાબેન બલદાણિયા, અંજુબેન ચૌહાણ, વંદનાબેન પોપટ, જાગૃતીબેન કેલૈયા, નયનાબેન રાઠોડ, ગીતાબેન ચાવડા, કાશ્મીરાબેન ત્રિવેદી, હિતેષ પંડયા, જયેશ બોઘરા, ગીરીરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, રાજ ડી.રતનપરા, શરદ મહેતા, જીક્ષેસ સભાડ, કે.સી.ભટ્ટ, નિવર પંડયા, મેઘરાજસિંહ ચુડાસમા, હિતેશ ભાયાણી, પ્રકાશ ગોહિલ, આસિફ ચૌહાણ, હાપલિયા, જગદીશભાઈ ચોટલિયા વગેરે હાજર રહેલ હતા.