રાજકોટ આયકર વિભાગ દ્વારા જપ્ત કરાયેલા 793 ગ્રામ સોનાની કરાઈ હરાજી

August 10, 2018 at 3:11 pm


રાજકોટ શહેરના જાણીતા બિલ્ડર એ.બી.ઠકરાર પાસેથી ટેકસ વસૂલાત પેટે આયકર વિભાગ દ્વારા કબજે કરાયેલા 793.67 ગ્રામ સોનાના દાગીનાઆેની આજરોજ આયકર વિભાગના ટેકસ રિકવરી ડિપાર્ટમેન્ટ દ્વારા હરાજી યોજવામાં આવી હતી. લગભગ પોણો કલાક સુધી ચાલેલી હરાજીની આ પ્રકિયામાં 43 બોલી બાદ રાજકોટના પરી જવેલર્સે અમદાવાદના સોની વેપારી સામે બાજી મારી હતી.

રાજકોટ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના રિકવરી વિભાગ દ્વારા આજરોજ આયકર ભવન ખાતે સવારે 11-00 વાગ્યે ગોલ્ડ આેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના જાણીતા બિલ્ડર એ.બી.ઠકરાર પાસેથી ટેકસની વસૂલાત પેટે સિઝ કરવામાં આવેલા 793.67 ગ્રામના દાગીનાઆે આ હરાજીમાં મુકવામાં આવ્યા હતાં. આ દાગીનાઆેમાં સોનાના ચેઈન, બ્રેસલેટ, વીટી, પેન્ડન્ટ વગેરેનો સમાવેશ થતો હતો.

આયકર ભવનના 7માં માળે આવેલા કોન્ફરન્સ હોલમાં હરાજીની પ્રકિયાના પ્રારંભ પૂર્વે હરાજીમાં ભાગ લેવા આવેલા રાજકોટ, જામનગર, મુંબઈ, વડોદરા, જૂનાગઢ સહિતના શહેરોના સોની વેપારીઆેને દાગીનાઆેનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાગીનાઆેની પ્યોરીટી વિશેની માહિતી આપતા ચાર્ટ પણ દશાર્વવામાં આવ્યા હતાં.

લગભગ 11-15 કલાકે ટેકસ રિકવરી આેફિસર ટીનવાલાએ હરાજી પ્રકિયાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રૂા.27,550થી બીડની પ્રકિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અલગ-અલગ ટાઈપ અને ડિઝાઈનના આ દાગીનાઆે ખરીદવા માટે ઉત્સુક સોની વેપારીઆેએ તેમની ક્ષમતા મુજબ બોલી લગાવવાનું શરૂ કર્યુ હતું. જેમાં આરંભથી જ રાજકોટના પરી જવેલર્સ અને અમદાવાદના સિગ્મા ટે²ડર્સ વચ્ચે બોલી બોલવામાં ભારે રસાકસી જામી હતી. સતત આગળ વધી રહેલી બોલીની આ

પ્રકિયા પરી જવેલર્સ દ્વારા બોલવામાં આવેલી 31,550 રૂપિયાની બોલીએ અટકતા ટેકસ રિકવરી આેફિસર ટીનવાલાએ ઉપરોકત દાગીનાઆે ખરીદવા પરી જવેલર્સ હકકદાર હોવાનું જાહેર કર્યુ હતું.

હરાજી પ્રકિયામાં વિજય થયા બાદ પરી જવેલર્સના કપિલભાઈ પાટડિયાને ઉપસ્થિત સૌએ તાળીઆેથી વધાવી લીધા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, 793.67 ગ્રામના આ દાગીના પેટે પરી જવેલર્સએ 10 ગ્રામના 31,550 રૂપિયા લેખે (3 ટકા જીએસટી બાદ) પૈસાની ચૂકવણી કરી હતી.

Comments

comments

VOTING POLL