રાજકોટ આેખા વચ્ચે 15 જેટલી ટ્રેનો ની આવન-જાવનમાં ફેરફાર

September 14, 2019 at 5:16 pm


રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા ખંઢેરી – પડધરી વચ્ચે રેલ્વે ટ્રેકના સમારકામની કાર્યવાહી સબબ તારીખ 30 સપ્ટેમ્બર સુધી જુદા જુદા સમયે બ્લોક લેવામાં આવવાને કારણે 17 જેટલી ટ્રેનોનીરાજકોટ – આેખા વચ્ચેની આવન-જાવનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ ફેરફારોમાં આેખા – વિરમગામ – આેખા લોકલ ટ્રેન તા. પહેલી આેક્ટોબર સુધી આેખા – હાપા વચ્ચે રદ રહેશે. જ્યારે રાજકોટ – પોરબંદર લોકલ તારીખ 30મી સપ્ટેમ્બર સુધી વાયા હાપા, જામનગરને બદલે પરિવતિર્ત રુટ વાયા ભિક્તનગર, જેતલસર, વાસજાળિયા, થઈને પોરબંદર જશે. આ ટ્રેન ભિક્તનગર ગાેંડલ વિરપુર નવાગઢ જેતલસર ધોરાજી ઉપલેટા ભાયાવદર મોટી પાનેલી જામજોધપુર ખાતે સ્ટોપ કરતી પોરબંદર જશે. જ્યારે સોમવારે માતા વિષ્ણોદેવી – જામનગર ટ્રેન રાજકોટ સુધી મિનિટ મોડી આવશે, આેખા – ભાવનગર લોકલ પડધરી સુધી 15 મિનિટ મોડી થશે. મંગળવારે જામનગર – વિષ્ણોદેવી ટ્રેન સવારે જામનગરથી 50 મિનીટ મોડી ઉપડશે. આેખા – ભાવનગર લોકલ પડધરી સુધી 15 મિનિટ મોડી થશે. બુધવારે આેખા- ભાવનગર લોકલ પડધરી સુધી 50 મિનિટ મોડી થશે. ગુરુવારે સિકંદરાબાદ – પોરબંદર અને આેખા – ભાવનગર ટ્રેનો રાજકોટ સુધી એક કલાક મોડી. શુક્રવારે અને શનિવારે આેખા- ભાવનગર લોકલ પડધરી સુધી 50 મિનિટ મોડી, રવિવારે 1 કલાક મોડી થશે.

Comments

comments