રાજકોટ ઇન્કમટેકસને અધધ…૩૩૭૦ કરોડનો ટાર્ગેટ: અધિકારીઓ માટે ‘અિપરીક્ષા’

June 12, 2019 at 6:56 pm


રાજકોટ આવકવેરા વિભાગને અધધ…૩૩૭૦ કરોડનો ટાર્ગેટ સીબીડીટી દ્રારા અપાયો છે. ગત વર્ષે આવકવેરા વિભાગની તિજોરીમાં ૩૦૦ કરોડથી વધુ રકમનું ગાબડું પડયું હોવા છતાં સીબીડીટીની આઇટી તરફની અપેક્ષાઓ વધી રહી છે. તો બીજી તરફ ચાલુ વર્ષે ટાર્ગેટ અધધ… આપતાં આવકવેરાના અધિકારીઓ માટે આ વર્ષ ટેકસ કલેકશન માટે ‘ચેલેન્જ’ બની રહેશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) દ્રારા વર્ષ ૨૦૧૯–૨૦ માટે ગુજરાતને રૂા.૬૩૦૮૫ કરોડનો તોતીંગ ટાર્ગેટ આપ્યો છે. તેમાંથી રાજકોટ ઇન્કમટેકસ વિભાગને ૩૩૭૦ કરોડનો લય આપવામાં આવ્યું છે. ગત વર્ષે નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચવા માટે આવકવેરા વિભાગે પગની પાનીઓ ઘસી હતી તેમ છતાં ૩૦૦ કરોડ જેટલી ઘટ નોંધાઇ હતી. નોટબંધીનું વર્ષ તેમજ ત્યારબાદના ૨ વર્ષ દરમિયાન રાજકોટ આઇટીએ ટેકસ વસુલાત કરી નિર્ધારિત કરતા પણ વધુ લયાંક પૂર્ણ કરી સીબીડીટીની ગુડબુકમાં સમાવેશ કર્યેા હતો. દેશભરના રિજિયન સેકટરમાં રાજકોટ આઇટી અવ્વલ રહ્યું હતું ત્યારે હવે આ અપેક્ષાનો લયાંક વધતા આઇટીના અધિકારીઓના ચહેરા પણ ચિંતાની લકીરો જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ઔધોગિક ક્ષેત્રમાં મંદીનો માહોલ ઉપરાંત અન્ય વ્યવસાયો પણ ઠંડા હોવાથી આ લયાંક આઇટી ટીમ માટે અિપરિક્ષા સમાન બની રહેશે. રાજકોટ ક્ષેત્ર હેઠળ જામનગર, જૂનાગઢ, મોરબી, કચ્છ, દિવ, ગાંધીધામનો સમાવેશ થતો હોવાથી આ વખતે તમામ શહેરોમાં આઇટી ટીમના અધિકારીઓને સીબીડીટીની ગુડબુકમાં આવવા માટે પસીનો વહાવો પડશે. જેને લઇ હાલમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી બઢતીનો દૌર પુરો થતાં જ આવકવેરા વિભાગ તેના એકશન પ્લાન પર કામગીરી શરૂ કરશે. રાજકોટ ઇન્કમટેકસને ગત વર્ષે ૨૯૦૦ કરોડનું લયાંક બાદ આ વખતે ૩૩૭૦ કરોડ એટલે કે ૧૬ ટકા વધુ લયાંક આપવામાં આવ્યો છે

Comments

comments

VOTING POLL