રાજકોટ એસટી બસ સ્ટેશનમાં દરરોજ અનેક લોકલ બસ રદ

October 9, 2019 at 4:26 pm


દરરોજ 1200થી વધુ બસ અને 50,000થી વધુ મુસાફરોની અવરજવર ધરાવતા રાજકોટના શાસ્ત્રી મેદાન સ્થિત સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેશનમાં હાલ તહેવારોના સમયે સતત છેલ્લા એક સપ્તાહથી દરરોજ અનેક લોકલ ગ્રામ્ય બસ રુટ રદ કરવામાં આવતા હોય મુસાફર જનતામાં ભારે દેકારો બોલી ગયો છે. કાલાવડ, લોધીકા, જામકંડોરણા, ગાેંડલ, મોરબી, કાલમેઘડા, વરુડીમાતા ઉપરાંત અન્ય નાના મોટા અનેક લોકલ બસ રુટ વારંવાર રØ કરવામાં આવતા હોય મુસાફરોની હાલત માઠી થઈ ગઈ છે.
વિશેષમાં મુસાફરોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુસાફરો કલાકો સુધી બસની રાહ જોઈને બેસી રહે છે અને જ્યારે ઇન્કવાયરી વિન્ડો પર પૂછપરછ કરવા જાય ત્યારે ખબર પડે છે કે આજે બસ રદ કરવામાં આવી છે.
બસ રદ કરવામાં આવે તેની જાણ પણ લાઉડ સ્પીકર મારફતે કરવામાં આવતી નથી. રાજકોટ થી ઉપડતી હોય તેવી લોકલ બસો પણ છાશવારે રદ કરવામાં આવી રહી છે.

બીજી બાજુ ડ્રાઇવરો અને કંડક્ટરોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઆેને ક્યારેક ડબલ શિãટમાં તો ક્યારેક ટિ²પલ શિãટમાં ડéુટી સાેંપવામાં આવે છે જેના લીધે કાર્ય વિભાજન યોગ્ય રીતે થતું નથી અને કર્મચારીઆે પર કામનું ભારણ વધી જાય છે તેથી બસો પણ સમયસર નિયત સ્થળે પહાેંચી શકતી નથી. અમુક ડ્રાઈવરો અને કન્ડક્ટરો તો મહિનાઆેથી રજા પર પણ ગયા નથી.
તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગે કિલોમીટર પૂરા થઈ ગયા હોય અને ખખડી ગઈ હોય તેવી બસો જ ગ્રામ્ય લોકલ રુટ માટે ફાળવવામાં આવે છે જેથી સિંગલ શિãટ ડéુટીમાં પણ ડ્રાઈવર ત્રાહીમામ પોકારી ઉઠે છે ! ભારે વરસાદ બાદ હાઇવે તેમજ ગ્રામ્ય રસ્તાઆે પણ ખૂબ જ ખરાબ થઈ ગયા હોય અવારનવાર ટાયર પંક્ચર થવાના તેમજ બસ બ્રેકડાઉન થવાના બનાવો બનવા લાગ્યા છે.
રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક, ટ્રાફિક આેફિસર, મિકેનીકલ ઈજનેર, રાજકોટ ડેપો મેનેજર તેમજ ટ્રાફિક કંટ્રાેલર સહિતના સંબંધિત અધિકારીઆે આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરી લોકલ બસ રુટ રદ ન થાય તે માટે તાત્કાલિક પગલાં લે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.

Comments

comments