રાજકોટ એસ.ટી. ડિવિઝનના200 ગ્રામ્ય રૂટ સવારથી બંધ

September 10, 2018 at 11:18 am


રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના ત્રણ જિલ્લાઆેમાં કુલ 9 ડેપોનું કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં આજે સવારથી 200 જેટલા ગ્રામ્ય રૂટ તંત્ર દ્વારા જ બંધ રાખવામાં આવ્યા હતા.

વિશેષમાં આ અંગે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ, ગાેંડલ, મોરબી, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધ્રાંગધ્રા, લીબડી અને સુરેન્દ્રનગર સહિતના તમામ 9 ડેપોમાં અંદાજે 200 જેટલા ગ્રામ્ય રૂટ આજે સવારથી જ બંધ રાખવામાં આવ્યા છે. સાવચેતી અને સલામતીના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રાેલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અપાયેલા બંધના એલાન અંતર્ગત આજે સવારથી બપોર સુધીમાં એક પણ એસ.ટી. બસને આંદોલનકારીઆે તરફથી કોઈ જ પ્રકારની નુકસાની પહાેંચી નથી.

જેઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, સલામતીના ભાગરૂપે એસ.ટી. ડેપો ખાતે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL