રાજકોટ એસ.ટી. ડિવિઝનની ૨૨૦ બસ ચૂંટણી કામગીરી માટે સોંપાઇ

April 20, 2019 at 10:51 am


રાજકોટ એસ.ટી. ડિવિઝન પાસેથી અગાઉ ચૂંટણી કામગીરી માટે ૧૦૦ બસની માગણી કરવામાં આવી હતી અને તે માગણી અનુસાર ૧૦૦ બસની ફાળવણીનું આયોજન તૈયાર કરાયું હતું. દરમિયાન હવે ૨૨૦ બસની માગણી કરવામાં આવતાં તંત્રવાહકોમાં દોડધામ મચી ગઈ હતી.
વધુમાં એસ.ટી. ડિવિઝન કચેરીના સ્ટાફના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સૌપ્રથમ રાજકોટ ડેપોમાંથી ૮૫, સુરેન્દ્રનગર ડેપોમાંથી ૧૨૦ અને વાંકાનેર ડેપોમાંથી ૧૫ બસની ફાળવણી કરવામાં આવી છે. આ મુજબ હાલ કુલ ૨૨૦ બસ ચૂંટણી કામગીરી માટે ફાળવાઈ છે. આગામી દિવસોમાં જો વધુ બસની માગણી કરવામાં આવશે તો વધુ બસો ફાળવવા માટેનું આગોતં આયોજન હવે તૈયાર રાખવામાં આવ્યું છે

Comments

comments

VOTING POLL