રાજકોટ એસ.ટી. ડિવિઝનને વસંત પંચમીના એક દિવસમાં રૂપિયા બાવન લાખની આવક

February 12, 2019 at 11:35 am


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લગ્ન પ્રસંગોએ ખૂબ જ સસ્તા ભાડાંથી એસ.ટી.બસ ભાડે આપવાની યોજના જાહેર કરાઈ હતી જેને પ્રચંડ પ્રતિસાદ મળતા એસ.ટી.ની આવકમાં વધારો નાેંધાયો છે. ગત વર્ષની સરખામણીએ જાન્યુઆરી-2019માં રૂપિયા 1.12 કરોડની વધુ આવક થઈ છે અને ખાસ કરીને તા.10 ફેબ્રુઆરીને વસંત પંચમીના દિવસે એક જ દિવસમાં રૂપિયા બાવન લાખની આવક થઈ હોવાનું જાણવા મળે છે.

વધુમાં રાજકોટ એસ.ટી.ડિવિઝન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ મહિનામાં 10 ફેબ્રુઆરીએ સૌથી વધુ આવક નાેંધાઈ છે. ઠંડી ઘટતા તેમજ લગ્નગાળો પુર બ્હારમાં ખીલતા રાજકોટ સહિત ડિવિઝનના તમામ 9 ડેપો જેમાં ગાેંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીબડી અને સુરેન્દ્રનગર સહિતના તમામ ડેપોની લોકલ તેમજ એકસપ્રેસ રૂટની બસોમાં ચિકકાર ગિદ} જોવા મળી રહી છે. ભીડથી બચવા મુસાફરો એડવાન્સ ટિકિટ બૂકિંગ કરાવાનો આગ્રહ રાખી રહ્યાં છે.

Comments

comments

VOTING POLL