રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં એપ્રેન્ટિસની 166 જગ્યાની ભરતીમાં 400 ઉમેદવારો ઉમટયા

August 30, 2018 at 3:08 pm


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યભરમાં એપ્રેન્ટીસની ભરતી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે શહેરના ગાેંડલ રોડ પર આવેલી રાજકોટ એસ.ટી.ડિવિઝનની વિભાગીય કચેરી ખાતે એપ્રેન્ટીસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 166 જગ્યા માટે 400 ઉમેદવારો ઉમટી પડયા હતા.

વધુમાં આ અંગે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે 166 જગ્યા માટે 400 ઉમેદવારો આજે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ઈન્ટરવ્યુ સહિતની નિયમાનુસારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને ટૂંક સમયમાં જાણ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL