રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની માસાંતે બોર્ડ મિટિંગ

May 24, 2019 at 5:35 pm


Spread the love

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આગામી તા.૩૦ અથવા ૩૧મીએ બોર્ડ મિટિંગ મળનાર હોવાનું જાણવા મળે છે. વધુમાં ચેમ્બરના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આગામી બોર્ડ મિટિંગમાં મેમ્બરશિપ અંગેની સમીક્ષા કરવામાં આવનાર છે. જાન્યુઆરીમાં બોર્ડ ઓફ ડાયરેકટર્સની નવી ટીમ ચૂંટાઈ આવ્યા બાદ છેલ્લાં પાંચ મહિનામાં કેટલા નવા સભ્યોનું રજિસ્ટ્રેશન થયું અને કેટલી અરજી પેન્ડિંગ છે તેની ચર્ચા કરાશે ટૂંક સમયમાં એજન્ડા પ્રસિધ્ધ થશે