રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોએ પંચાયતના આરોગ્ય કર્મચારીઆેના સૂત્રોચ્ચાર

December 2, 2019 at 4:16 pm


Spread the love

પોતાની વિવિધ પડતર માંગણીઆે અંગે આંદોલન ચલાવી રહેલા રાજ્યભરના પંચાયત આરોગ્ય કર્મચારીઆે દ્વારા ગઈકાલે તાલુકા મથક ખાતે સુત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ, પડધરી,લોધીકા, ગાેંડલ, કોટડાસાંગાણી, જસદણ, વિછીયા, જામકંડોરણા, જેતપુર, ધોરાજી,ઉપલેટા સહિત રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સૂત્રોચાર કરી સરકારી કામગીરી માટેના ટેકો અને ઇવીનોના મોબાઈલ તમામ હેલ્થ વર્કર અને ફામાર્સિસ્ટ દ્વારા સરકારને પરત કરાયા છે.
રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના મહામંત્રી આર.ડી. ગોહિલના જણાવ્યા મુજબ કર્મચારીઆે પોતાની ફરજ બજાવે છે પરંતુ રિપોર્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. સોમવારથી વડાપ્રધાનનો ઇન્દ્રધનુષ નામનો કાર્યક્રમ શરુ થયો છે. ઇન્ડસ્ટ્રીયલ એરીયા, વાડી વિસ્તાર, કારખાનાના મજૂરો, સગભાર્ બહેનોનું રસીકરણ સહિતની બાબતો ઝુંબેશના સ્વરુપમાં હાથ ધરવાની છે. આરોગ્ય વિભાગના કર્મચારીઆે આ કામગીરી કરશે પરંતુ તેનો કોઈ રિપોર્ટ સરકારને કરવામાં નહી આવે.
મંડળના પ્રમુખ એન.પી. ડઢાણીયાના જણાવ્યા મુજબ સરકાર તમારા પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આગામી તારીખ 9 ડિસેમ્બરના રોજ રાજકોટ સહિત તમામ જિલ્લા મથકોએ રેલી કાઢવામાં આવશે. રાજકોટ ખાતે રેલીમાં 700 જેટલા કર્મચારીઆે જોડાશે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ રેલી ફરશે.