રાજકોટ જિલ્લા પંચાયતની તા.31ના સામાન્ય સભા અને કારોબારીની બેઠક

August 25, 2018 at 11:47 am


Spread the love

આગામી તા.31ના રોજ શુક્રવારે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠક મળનારી છે. મોટાભાગે બન્ને બેઠકો એકસાથે યોજાતી હતી પરંતુ આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેને અલગ-અલગ દરખાસ્તમાં તા.31ના રોજ મિટિંગ યોજવાની માગણી કરી છે અને તેનો જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ સ્વીકાર કર્યો છે.
ગઈકાલે મોડીસાંજે આ અંગેનો એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે અને તે મુજબ કારોબારીની ખાસ સમિતિની બેઠક તા.31ના સવારે 10 વાગ્યે અને સામાન્ય સભા સવારે 31ના સવારે 10-30 વાગ્યે યોજાવાની છે.
જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં કોંગ્રેસના બળવાખોર જૂથે વિવિધ સમિતિઓ કબજે કયર્િ બાદ આ પ્રથમ બેઠક મળી રહી છે અને કોંગ્રેસ હરીફ છાવણીમાં ભાંગફોડ માટે હથિયાર સજાવી રહી હોવાથી સામાન્ય સભામાં તેની અસર જોવા મળશે તેમ જણાઈ રહ્યું છે.