રાજકોટ જિલ્લા પંચાયતની તા.21ના બજેટ માટે મળનારી સામાન્ય સભાઃ હથિયાર સજાવતા અસંતુષ્ઠાે

January 11, 2019 at 3:06 pm


રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સન 2019-20ના રૂા.33.25 કરોડના બજેટને બહાલી આપીને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલી આપી છે. બજેટને મંજૂરી આપવા માટે આગામી તા.21ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવનાર છે.
પંચાયતધારાની જોગવાઈ મુજબ જો બે વખત બજેટ મંજૂર ન થાય તો જિલ્લા પંચાયત સુપરશીડ થાય. આ જોગવાઈ ધ્યાનમાં રાખીને કાેંગ્રેસનું અસંતુષ્ઠ જૂથ ભાજપ સાથે સંપર્કમાં આવી ગયું છે અને બજેટ બેઠક દરમિયાન ખેલ પાડવાનું પ્લાનિંગ ગોઠવી રહેલ હોવાનું જાણવા મળે છે.
જિલ્લા પંચાયતના કાેંગ્રેસના 11 સભ્યોને બળવા બદલ પક્ષાંતરધારા હેઠળ સસ્પેન્ડ કરવાનો કેસ ગાંધીનગર ખાતે નામોનિદેશની કચેરીમાં ચાલી રહ્યાે છે. તા.15ને મંગળવારે આ અંગે અંતિમ ચૂકાદો આપવામાં આવે તેવી શકયતા છે. જો ચૂકાદામાં કાેંગ્રેસના 11 સભ્યોને સસ્પેન્ડ કરાશે તો બળવાખોરોની હવા નીકળી જશે અને જો સસ્પેન્ડ નહી કરાય તો બળવાખોર જૂથ ફરી ગેલમાં આવી જશે. હાલ તુરંત તો નામોનિદેશ વિભાગના ચૂકાદાની રાહ જોઈને આગળની વ્યૂહ રચના ગોઠવવાની દિશામાં ચક્રાે ગતિમાન થયા છે.

Comments

comments

VOTING POLL