રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મુલતવી: ચૂંટણી પેટર્નમાં થનારો ફેરફાર

May 22, 2019 at 11:28 am


Spread the love

રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓની બનેલી શરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા આગામી તા.૨૫ના રોજ શનિવારે સવારે ૧૧ કલાકે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે રાખવામાં આવી હતી તે મુલત્વી રહેલ છે તેવી જાહેરાત મંડળીના પ્રમુખ રાતડિયાએ કરી છે.
સહકારી મંડળીની સામાન્ય સભામાં રોટેશન મુજબ નિવૃત્ત થતાં ત્રણ કારોબારી સભ્યોના સ્થાને નવા સભ્યોને લેવાનો મુખ્ય એજન્ડા હતો પરંતુ રાજકોટ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારે હાલના બોર્ડની ત્રણ વર્ષની ટર્મ પાંચ વર્ષની કરવા સૂચના આપી હોવાથી સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. મંડળીના પ્રમુખ રાતડિયાના જણાવ્યા મુજબ હવે સામાન્ય સભા કયારે મળશે તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે