રાજકોટ જિલ્લા સંઘની ચૂંટણીમાં જિલ્લા ભાજપ મહામંત્રી સામે ભાજપના બળવાખોર ઉમેદવારનો વિજય

January 21, 2019 at 12:06 pm


રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડાયરેકટરની યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ જિલ્લા સહકારી બેન્કના સત્તાવાર ઉમેદવાર અને જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતાનો પરાજય થયો છે અને બળવાખોર યુવા ઉમેદવાર વિજય કોરાટની જીત થતાં ભાજપમાં અને સહકારી ક્ષેત્રમાં સાેંપો પડી ગયો છે.

છેલ્લા 32 વર્ષથી જિલ્લા સંઘમાં ડાયરેકટરની જવાબદારી સંભાળતા ભાનુભાઈ મેતા સામે મોટામવાના સરપંચ અને રાજકોટ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ વિજય કોરાટે ફોર્મ ભર્યું ત્યારે તેને ફોર્મ પાછું ખેંચવા સમજાવવા માટે ભાજપના દિગ્ગજ નેતાઆેએ ભરપુર પ્રયાસો કર્યા હતા પરંતુ તે સફળ ન રહેતા ચૂંટણીમાં કોરાટને પરાજિત કરવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેન્ક, દૂધની ડેરી, સહકારી મંડળીઆે સહિતનાઆેએ રીતસરનો મોરચો ખોલ્યો હતો પરંતુ આમ છતાં ચૂંટણીમાં કોરાટનો વિજય થયો છે. કુલ 127માંથી 122નું મતદાન થયું હતું અને તેમાં ભાનુભાઈ મેતાનો 6 મતથી પરાજય થયો છે.

જિલ્લા સંઘની ચૂંટણીમાં કુલ 17 ડાયરેકટરો હોય છે અને તેમાંથી 16 ડાયરેકટરોની ચૂંટણી બિનહરીફ થવા પામી હતી. રાજકોટ તાલુકાની બેઠક પર ભાનુભાઈ મેતા, વિજય કોરાટ અને બાબુભાઈ નસીતે ફોર્મ ભર્યા હતા. ભાજપના આગેવાનોની સમજાવટ બાદ બાબુભાઈ નસીતે ફોર્મ પાછું ખેંચ્યું હતું પરંતુ વિજય કોરાટે ફોર્મ પાછું ખેંચ્યું ન હતું અને ચૂંટણીમાં તેનો વિજય થયો છે.

Comments

comments

VOTING POLL