રાજકોટ જિ.પં.માં કાેંગ્રેસના બે જૂથનું શિક્ત પ્રદર્શનઃ ફાર્મ હાઉસમાં 12, પ્રમુખના બંગલે 22 સભ્યોની હાજરી

September 12, 2018 at 3:48 pm


રાજકોટ જિલ્લા પંચાયતના કાેંગ્રેસના બળવાખોર અને સત્તાધારી જૂથની અલગ-અલગ બેઠક ગઈકાલે સાંજે અલગ-અલગ સ્થળોએ યોજવામાં આવી હતી.

એક જ સમયે જુદા જુદા સ્થળે યોજાયેલી આ બેઠકમાં ગાેંડલ નજીક ફાર્મ હાઉસની બેઠકમાં કાેંગ્રેસના બળવાખોર જૂથના 12 જેટલા અને જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલે રાજકોટ ખાતે યોજવામાં આવેલી બેઠકમાં 22 સભ્યોની હાજરી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

જન્માષ્ટમીના તહેવારો બાદ રાજકોટ જિલ્લા પંચાયતમાં કાેંગ્રેસમાં નવેસરથી સખળ-ડખળ શરૂ થઈ ગઈ છે. જિલ્લા પંચાયતના ‘આેપરેશન’ની જવાબદારી જેમને સાેંપવામાં આવી છે તે પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ડો.ભરતભાઈ બોઘરા વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ ગઈકાલે ગાેંડલ નજીકના એક ફાર્મ હાઉસમાં મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને તેમાં કાેંગ્રેસના બળવાખોર જૂથના જસદણ વિસ્તારના 8 સહિત 12 જેટલા સભ્યો હાજર રહ્યા હોવાની વાતો બહાર આવી રહી છે.

કાેંગ્રેસના બળવાખોર જૂથે ફાર્મ હાઉસમાં મિટિંગ બોલાવી હોવાની જાણ થતાં જ અજુર્નભાઈ ખાટરિયા જૂથ સક્રિય બન્યું હતું અને રાજકોટ ખાતે પ્રમુખના બંગલે મિટિંગ બોલાવી હતી અને તેમાં 22 જેટલા સભ્યો હાજર રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. મિટિંગના આયોજન બાબતે બન્ને જૂથના સભ્યો મૌનધારણ કરીને બેસી ગયા છે અને માત્ર મળવા માટે મિટિંગ હોવાનું જણાવે છે.

Comments

comments

VOTING POLL