રાજકોટ જેલમાં પેરોલ રજા પરથી ફરાર થયેલા ખુંખાર કેદીને ઝડપતી અમરેલી એલસીબી

November 28, 2018 at 11:10 am


સને 2009ના વર્ષમાં અમરેલી તાલુકા પો.સ્ટ.માં ઇ.પી.કો. કલમ 392, 376, 3ર3, 504, 506(2) મુજબનો લુંટ વીથ બળાત્કારના ગુના હેઠળ આરોપી ગોવિંદ વેલશીભાઇ પરમાર, રહે.અમરેલી સુળીયા ટીબાવાળાની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નામ.કોર્ટ તરફથી આરોપી ગોવિંદ વેલશી પરમારને આજીવન કેદની સજા કરવામાં આવી હતી અને આરોપીને સજા ભોગવવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો. આ કેદી તા.29-10ના રોજ દિન-7ની પેરોલ રજા ઉપરથી છુટયાં બાદ મુદત પુરી થતાં તા.6 નવેમ્બરે રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. જે કેદીને ગઇકાલે અમરેલી સુળીયા ટીબા પાસેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આરોપીના ગુનાહિત ઇતિહાસ મુજબ પકડાયેલ આરોપી અમરેલી તથા ભાવનગર જિલ્લાના લુંટના ગુનાઆેમાં પકડાયેલો છે અને મજકુર આરોપી પોતાની ગેંગના માણસો સાથે રાત્રીના સમયે રોડ ઉ5ર ઉભા રહી એકલ દોકલ મુસાફર નીકળતાં તેને માર મારી લુંટ કરવાની તેમજ પોતાના સાગરીતો સાથે મળી ધાડ પાડવાની, મંદિરોમાં લુંટ ચલાવવાની એમ.આે. ધરાવે છે. પકડાયેલ આરોપી વિરૂધ્ધ ભુતકાળમાં વડીયા, લીલીયા, બગસરા, ઉમરાળા તથા અમરેલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનાઆે દાખલ થઇ ચુકયા છે.

લુંટ વીથ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર ખુંખાર કેદીને પકડી પાડવામાં અમરેલી એલસીબીએ સફળતા પ્રાપ્ત કરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીની સુચના મુજબ અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL