રાજકોટ ડિસ્ટ્રિકટ ટેલિકોમમાં બીએસએનએલ મોબાઇલ ગ્રાહકોની સંખ્યા 4.60 લાખે પહોંચી

April 18, 2019 at 11:54 am


રાજકોટ ડિસ્ટ્રીકટ ટેલિકોમમાં કેટલીક અનુકુળ પરિસ્થિતિનું નિમર્ણિ થતાં બીએસએનએલના મોબાઇલ ધારકોની સંખ્યા ઉત્તરોતર વધીને 4.60 લાખે પહોંચી છે. તેમાં પણ છેલ્લા છ એક માસમાં ટેકનોલોજી અપગ્રેડેશન અને આકર્ષક ટેરિફોના કારણે મોબાઇલ ગ્રાહકોની સંખ્યામાં 52,000નો વધારો થયો છે. આ ઉપરાંત અન્ય કંપનીના પુષ્કળ ગ્રાહકો મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી) દ્વારા બીએસએનએલમાં આવવા લાગ્યા છે.

બીએસએનએલ દ્વારા છેલ્લા કેટલાંક સમયથી ટેકનોલોજી અપગ્રેડેશન અને વેલ્યુ એડેડ સેવાઓ ઉપરાંત આકર્ષક ટેરિફને કારણે અન્ય કંપનીઓના પ્રમાણમાં બીએસએનએલના ગ્રાહકો સતત વધતા રહ્યાં છે. રાજકોટ ટેલિકોમમાં હાલ 4.60 લાખ ગ્રાહકો છે તેમાં છેલ્લા માર્ચ માસ દરમિયાન 22,000 નવા ગ્રાહકો નોંધાયા છે. છેલ્લા ત્રણ માસમાં 52,000 જેટલા ગ્રાહકો વધ્યા છે. ઉપરાંત અન્ય કંપનીઓના ગ્રાહકો મોબાઇલ નંબર પોર્ટેબિલિટી દ્વારા બીએસએનએલમાં આવવા લાગ્યા છે. બીએસએનએલ દ્વારા મોટે પાયે ટેકનોલોજી અપગ્રેડેશન શ કરી છે જેમાં જસદણ, ધોરાજી, ગોંડલ, જેતપુર, ઉપલેટા વગેરે શહેરોમાં ટેકનોલોજીનું થ્રીજી અપગ્રેડેશન થઇ ગયું છે. મોરબી, વાંકાનેર, ટંકારા સહિતના શહેરોમાં હાલ કામગીરી ચાલું છે. છેલ્લા કેટાલાંક સમયથી અન્ય ખાનગી ઓપરેટરોની સરખામણીએ બીએસએનએલની ઇન્ટરનેટ સ્પીડ વધારે મળી રહી છે ત્યારે તેમાં ટેકનોલોજી અપગ્રેડેશન માટે ગ્રાહકોને તેથી પણ વધારે સ્પીડ મળવા લાગી છે.

Comments

comments