રાજકોટ-પૂના વચ્ચે દોડશે એસટીની એસી સ્લીપર કોચ

November 7, 2018 at 1:27 pm


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આજે મુસાફરોને દિવાળી ભેટ સમાન જાહેરાત કરવામાં આવી છે જેમાં નૂતન વર્ષથી રાજકોટ-પૂના રૂટ પર એસટીની એરકંડીશન સ્લીપર કોચ દોડશે. વધુમાં આ અંગે રાજકોટ ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ-પૂના એર કંડીશન સ્લીપર કોચનો રૂટ અને મુસાફર ભાડુ સહિતની વિગતો ટૂંક સમયમાં જાહેર કરાશે. દરમિયાન હાલમાં રાજકોટ-પૂના આંતરરાજય રૂટને મંજૂરી મળી ગઇ હોય આજરોજ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ-સુરત અને મોરબી-સુરત રૂટ પર પણ એર કંડીશન સ્લીપર કોચ બસ સેવા શરૂ કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL