રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં પ્રથમ દિવસે પ્રમુખ, સેક્રેટરી, કારોબારી માટે ત્રણ ફોર્મ રજૂ

February 14, 2018 at 4:43 pm


રાજકોટ બાર એસો.ની આગામી તા.૨૬મીએ યોજાનારી ૨૦૧૮ના વર્ષની ચૂંટણીની કાર્યવાહીમાં આજે નામપત્રો ભરવાના પ્રથમ દિવસે પ્રમુખ, સેક્રેટરી અને કારોબારી સભ્યપદ માટે એક–એક મળી કુલ ત્રણ ઉમેદવારી પત્રો ભરાયા છે. નામપત્ર તા.૧૬મીએ સાંજે ૫.૩૦ સુધી ભરી શકાશે.
આજે શરૂ થયેલી ચૂંટણીની કાર્યવાહીમાં પ્રમુખપદ માટે દરેક ચૂંટણીમાં ફોર્મ ભરનારા વકીલ હરિસિંહ ગોહીલે ઉમેદવારી પત્ર રજુ કયુ હતું. આ ઉપરાંત સેક્રેટરીપદ ઉપર પુર્વ હોદેદાર દિલીપભાઈ જોષી અને કારોબારીમાં કે.સી.વ્યાસે નામપત્રો ભરાયા છે.
અત્રે યાદ રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં આ વખતથી ૨૦૧૮ની ચૂંટણીથી લાઈબ્રેરી સેક્રેટરીની જગ્યાનો બાર કાઉન્સીલની સુચનાથી તેમજ કારોબારીમાં મહિલા અનામત મહિલા સભ્યોની માગણીથી ઉમેરવામાં આવી છે. આથી પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, લાઈબ્રેરી ઉપરાંત ૯ કારોબારી સભ્યો એક મહિલા કારોબારી અનામતનો સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL