રાજકોટ માર્કેટ યાર્ડના ડાયરેકટરપદેથી મગન ઝાલાવડિયાને ડિસ્કવોલિફાઇડ કરવા માટે તા.16મી આેગસ્ટે બોર્ડ મિટિંગ

August 14, 2018 at 12:02 pm


મગફળી કૌભાંડમાં સંડોવાયેલા રાજકોટ માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગના ડાયરેકટર મગન ઝાલાવડિયાને ડાયરેકટર તરીકેના હોદ્દા પરથી ડિસ્કવોલિફાઇડ કરવા માટે તા.16ને ગુરુવારે બોર્ડ આેફ ડાયરેકટર્સની બેઠક બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં માર્કેટ યાર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મગફળી કૌભાંડમાં સંડોવાયેલા અને હાલમાં રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવડિયાને ખેડૂત વિભાગના ડાયરેકટરપદેથી ડિસ્કવોલિફાઈડ કરવાની જિલ્લા રજિસ્ટ્રારને ભલામણ કરતો ઠરાવ પસાર કરવામાં આવશે. જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ ઠરાવ સહકાર વિભાગના નિયામકને મોકલવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે તા.16-8-2018ને ગુરુવારે સવારે 11 કલાકે બોર્ડ આેફ ડાયરેકટર્સની મિટિંગ મળશે જેમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

Comments

comments