રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવમાં રૂપિયા 400નો ઉછાળો

October 11, 2018 at 3:38 pm


સૌરાષ્ટ્રમાં ચોમાસુ નબળુ જતા તલમાં વાવેતરના પ્રમોણમાં ઉત્પાદન આેછુ થતાં ભાવમાં ભડકો થયો છે તલમાં એક જ દિવસમાં પ્રતિ ક્વિન્ટલ દીઠના ભાવમાં રૂા.400નો ઉછાળો આવ્યો છે.

વધુમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વેપારી વતુર્ળોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તલમાં આેછી આવકના લીધે ભાવ વધવા લાગ્યા છે સફેદ તલમાં ભાવ રૂા.1800થી 2000 હતો જે વધીને રૂા.2200થી 2400એ પહાેંચ્યો છે. કાળા તલમાં ભાવ રૂા.2400 હતા જે આ વધીને રૂા.2800 થયો છે. આગામી દિવસોમાં રિટેઈલ માર્કેટમાં પણ તલના ભાવ વધે તેવી સ્થિતિ સજાર્ઈ છે.

Comments

comments

VOTING POLL