રાજકોટ માર્કેટ યાર્ડમાં 22000 ગુણી મગફળીની આવકઃ ભાવ રૂા.1,600

October 9, 2019 at 4:21 pm


રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ચાલુ સીઝનની સૌથી વધુ 22,000 ગુણી મગફળીની આવક થઈ હતી અને તેની સામે 20 કિલોનો ભાવ રેકોર્ડ બ્રેક રુ.1,600 ઉપજયો હતો. દશેરાએ મુહંર્તના સોદા બાદ આેઈલમિલરોએ આજથી ખરીદી શરુ કરતા માર્કેટયાર્ડમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો.
વધુમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વતુર્ળોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ સીઝન માં આજે મગફળીની સૌથી વધુ આવક જોવા મળી છે આજે 22,000 ગુણી મગફળીની આવક થઈ હતી. જ્યારે નવા કપાસમાં પણ સારી આવકો થઈ રહી છે આજે કપાસમાં 19,000 મણની આવક નાેંધાઇ હતી. આ ઉપરાંત નવા તલ,અડદ, મગ અને ચણા સહિતની આવકો પણ પૂરજોશમાં શરુ થઈ ગઈ છે.

રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ટોપ ક્વોલિટીની મગફળીમાં રેકોર્ડબ્રેક રુ.1600ના ભાવે વેચાણ થયાની એન્ટ્રી નાેંધાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉ રુ.1500થી વધુ ભાવ ઉપજ્યા હતા જે રેકોર્ડ બ્રેક હતા પરંતુ તાજેતરમાં રુ.1600નો ભાવ ઉપજતા હવે તે ‘આેલટાઈમ હાઈ’ છે.

Comments

comments