રાજકોટ માર્કેટ યાર્ડમાં આેસ્ટ્રેલિયન ખેડૂતો-વેપારીઆે અને જીનર્સનું આગમન

November 28, 2018 at 4:19 pm


Spread the love

રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતાં અને સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડની મુલાકાતે આજે આેસ્ટ્રેલિયન ખેડૂતો, વેપારીઆે અને જીનર્સનું પ્રતિનિધિ મંડળ આવી પહાેંચ્યું હતું.

આેસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળે મગફળી અને કપાસનો સર્વે કર્યો હતો તેમજ હરાજીમાં હાજર રહીને ખરીદ-વેચાણની પ્રક્રિયા નિહાળી હતી. વધુમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વતુર્ળોના જણાવ્યા મુજબ આેસ્ટ્રેલિયન ખેડૂતો, વેપારીઆે તેમજ ત્યાંના જીનર્સ પણ પ્રતિનિધિ મંડળમાં સમાવિષ્ટ હતા. બે કલાક સુધી તેમણે બેડી માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોની આવકો, હરાજીની પ્રક્રિયા નિહાળી હતી અને સ્થાનિક ખેડૂતો તેમજ વેપારીઆે સાથે વાતાર્લાપ પણ કર્યો હતો. એકંદરે આેસ્ટ્રેલિયન ડેલિગેશન સહકાર ક્ષેત્રથી પ્રભાવિત થયું હતું તેમજ ખરીદ-વેચાણ માટે ખુંી હરાજીની પ્રક્રિયાથી આકર્ષિત થયું હતું.