રાજકોટ માર્કેટ યાર્ડમાં અનાજ-શાકભાજીની આવકો ઘટી ગઈ

February 12, 2019 at 11:32 am


રાજકોટના બેડી માર્કેટ યાર્ડનાં અનાજ વિભાગ અને જૂના માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત શાકભાજી વિભાગમાં આવકોમાં સતત છેલ્લાં એક સપ્તાહથી જબરો ઘટાડો થઈ રહ્યાે છે. તમામ જણસોમાં જેટલી આવકો થાય છે તેટલી લેવાલી રહેતી હોય રોજેરોજના સોદા થઈ રહ્યાં છે.

રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વતુર્ળોના જણાવ્યા મુજબ ઠંડી, લગ્નગાળો અને ગત ચોમાસુ નબળું રહ્યું હોય તે સહિતના કારણોસર આવકોમાં ઘટાડો થવા લાગ્યો છે. આેકટોબરમાં દશેરાએ મગફળીમાં શુકનના સોદા બાદ નવેમ્બર મહિનામાં લાભ પાંચમથી સીઝન શરૂ થઈ હતી જે હવે ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયામાં પૂર્ણ થવામાં છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના પખવાડિયા સુધીના સાડા ત્રણ મહિના સુધી સારી આવકો થયા બાદ હવે શિયાળુ પાકની આવકો શરૂ થશે. ચોમાસુ નબળું રહ્યું હોય વાડીઆે, નદીઆે, કેનાલો, ડેમ વગેરેમાં ખૂબ આેછુ પાણી હોય પાણીની સુવિધા ધરાવતાં ખેડૂતોએ જ શિયાળુ વાવેતર કર્યું હોય છે આથી શિયાળુ જણસો ધાણા, જીરું, ચણા વિગેરેની આવકો પણ આેછી છે. બીજી બાજુ શાકભાજી વિભાગમાં પણ આવકો ઘટવા લાગી છે. લગ્નગાળો પૂર્ણ થયા બાદ આવકો વધશે તેવો અંદાજ છે.

Comments

comments

VOTING POLL