રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના ૩ મહિનામાં આજે સતત ત્રીજી વખત શાકભાજીના ભાવ ગગડયા

May 18, 2019 at 5:07 pm


Spread the love

રાજકોટ માર્કેટ યાર્ડ સ્થિત શાકભાજી વિભાગ ખાતે આંતર રાય અને આંતર જિલ્લા આવકો પુષ્કળ પ્રમાણમાં થતાં ઉનાળાના ત્રણ મહિનામાં આજે સતત ત્રીજી વખત શાકભાજીના ભાવ ગગડી ગયા હોવાનું જાણવા મળે છે. એક તરફ સ્થાનિક ખેડૂતોને પુરતા ભાવ નહીં મળતા હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે. બીજીબાજુ માર્કેટ યાર્ડમાં હોલસેલમાં શાકભાજીના ભાવ ગમે તેટલા ઘટે પરંતુ રિટેઈલમાં તો બેફામ લૂંટ સમાન બમણા ભાવ વસુલવામાં આવી રહ્યા છે.

વિશેષમાં શાકભાજી વિભાગના વેપારી અશોકભાઈ ડોબરિયાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર્રના નાસીક અને સંગમનેર, રાજસ્થાન, પંજાબ સહિતના રાયોમાંથી અમદાવાદ થઈને રાજકોટ આવતી શાકભાજીની આવકો ઉપરાંત ગુજરાત રાયના અન્ય જિલ્લાઓમાંથી જેમાં દાહોદ, ગોધરા, મહિસાગર કાંઠાના ગામો, પોરબંદર, રાણાવાવ સહિતના વિસ્તારોમાંથી લીલા શાકભાજીની આવકો વધતાં ચાલુ ઉનાળાની સીઝનમાં સતત ત્રીજી વખત શાકભાજીના પ્રતિ કિલોગ્રામ દીઠ રૂા.૫થી ૪૦ સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. લીંબુના ભાવ કિલોના ભાવ રૂા.૧૦૦ થઈ ગયા હતા જે હાલ ઘટીને રૂા.૬૦ થઈ ગયા છે