રાજકોટ-મોરબી જિલ્લામાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કર ટોળકીના રિમાન્ડ મગાશે

July 19, 2019 at 11:14 am


Spread the love

રાજકોટ અને મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સqક્રય થયેલી તસ્કર ટોળકીને રૂરલ એલસીબીએ દબોચી લઈ તેની આકરી પુછપરછ કરતા તેને છેલ્લા ત્રણ માસમાં પાંચ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે સાત શખસોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.7.62 લાખની મત્તા કબજે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા પાંચ દિવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ, મોરબીમાં આવેલા કારખાનામાં ચોરી કરતી તસ્કર ટોળકી શિકારના શોધમાં નીકળી હોવાની ચોકકસ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી રૂરલ એલસીબીના પીઆઈ એમ.એન.રાણા, પીએસઆઈ એચ.એ.જાડેજા, રાયધનભાઈ, મહીપાલસિંહ, બ્રિજરાજસિંહ, રવિભાઈ, અનીલભાઈ સહિતના સ્ટાફે યોગેશ ઉર્ફે રાકેશ ઉર્ફે યોગી મહેન્દ્ર રજપુત, જનક મહેન્દ્ર રજપુત, રાજુ લીબા ચોહાણ, સંજય કાંતી સોલંકી, વિજય બટુક સોલંકી, શાહબાજ ઈસ્માઈ અન્સારી અને ઉમેશ મધુ સોલંકી (રહે. બધા રાજકોટ)ને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા તેણે છેલ્લા ત્રણ માસ દરમિયાન પાંચ કારખાનામાં ચોરી કરી હોવાનું જેમાં મોરબી જિલ્લાના ટંકારામાં લતીપર રોડ પર આવેલ કોટન મીલમાં, જસદણ તાલુકાના આટકોટ ખાતે એક માસ પહેલા તેમજ ત્રણ માસ પહેલા મીતાણા ગામે આલ્ફા ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં, ટંકારા પાસે પરીશ્રમ કોટન મીલ તેમજ આેમ કોટન નામના કારખાનામાં ચોરી કર્યાની કબુલાત આપતા સાતેય શખસોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.7.62 લાખની મત્તા કબજે કરી વધુ ચોરીના ભેદ ઉકેલવા તેના રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.