રાજકોટ-મોરબી-રાજકોટ હેલિકોપ્ટર સેવાનો ચાલુ માસથી જ પ્રારંભ

February 6, 2018 at 2:55 pm


આમ તો મોરબીને રાજાશાહીના શાસનથી જ સૌરાષ્ટ્રના પેરીસની ઉપમા મળી ચુકી છે. પ્રજા વાત્સલ્ય રાજવી પરિવારે મોરબીની પ્રજાને સુંદર બાગ બગીચાઓ અને સ્થાપત્ય જેવી સુંદર ભેટ આપવા ઉપરાંત એ વખતમાં વિમાની સેવાનો પણ લાભ આપ્યો હતો જે સુવિધા છીનવાઈ ગયા બાદ ફરીથી પ્રાપ્ત થવાની છે.
મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત જીલ્લો બન્યા છતાં રેલ્વે તંત્ર મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. તો અગાઉ હતી તે ફ્લાઈટની સુવિધા પણ છીનવાઈ ચુકી છે. ત્રણેક વર્ષ પૂર્વે અગાઉ રાજપર પાસે જ્યાં રાજાશાહી વખતમાં એરોડ્રામ હતું તે સ્થળે એરપોર્ટ બનાવવા સરકારે કાગળ પર પ્લાન તૈયાર કયર્િ બાદ આ પ્લાન હજુ કાગળ પર જ જોવા મળી રહ્યો છે આમ મોરબીના ઉદ્યોગપતિઓ, નાગરિકોને હવાઈ સેવાનો લાભ આપવામાં સરકાર ભલે નિષ્ફળ રહી હોય છતાં ખાનગી સર્વિસ સેકટર મોરબી રાજકોટ વચ્ચે હવાઈ સેવાની જરૂરીયાતને સારી રીતે સમજતું હોય તેમ મોરબી અને રાજકોટ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરુ થવાની છે. ટી 3 એર નામની કંપ્ની દ્વારા સપ્નો કી ઉડાન સ્લોગન હેઠળ આ સેવા શરુ થવાની છે. રાજકોટના જાણીતા યોગેશ પુજારાએ અગાઉ રાજકોટથી વિવિધ યાત્રાધામની હેલીકોપ્ટર સેવાઓ શરુ કરી છે અને હવે રાજકોટ મોરબી વચ્ચે હેલીકોપ્ટર સેવા શરુ થવા જઈ રહી છે જેની સંભવિત પ્રથમ ઉડાન આગામી તા. 18 ના રોજ કરવા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રાજકોટના ટીજીબી કાલાવડ રોડ પરથી ઉડાન ભરશે જે મોરબીના સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ પર ઉતરાણ કરશે જેમાં વનવે ત્રીપ્ના 2990 થી શરુ અને રાઉન્ડ ટ્રીપ સેવા 4990 થી શરુ થશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જેથી આગામી દિવસોમાં મોરબીવાસીઓનું પણ હવાઈ ઉડાનનું સ્વપ્ન પૂર્ણ થશે અને લોકો હવાઈ સેવાનો લાભ લઇ શકશે.

Comments

comments

VOTING POLL