રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા મથકોએ પ્રાથમિક શિક્ષકોના ધરણાં

February 11, 2019 at 11:21 am


પોતાની લાબાં સમયથી પડતર વિવિધ માંગણીઆે અંગે અવાર-નવાર રજૂઆત કરવાં છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે રાજ્યભરના તમામ જિલ્લા મથકોએ આજે પ્રાથમિક શિક્ષકોએ ધરણાં કયા¯ હતાં. રાજકોટ શહેર-જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ રાજકોટ ખાતે જિલ્લા પંચાયત કચેરી નજીક ધરણાં કયા¯ હતાં.

રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી જેન્તીભાઈ બેચરભાઈ આદ્રાેજાના જણાવ્યા મુજબ, આજે જિલ્લાભરની પ્રાથમિક શાળાના 250થી 300 જેટલા શિક્ષકોએ માસ સી.એલ. મુકી ધરણામાં જોડાયા હતાં. આજથી તા.16 સુધી શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે.

1997થી ફિકસ પગારમાં નોકરી કરતાં શિક્ષકોની સળગ સિનિયોરિટી ગણવા, સાતમાં પગાર પંચમ મુજબ ભથ્થાઆેની અમલવારી કરવા, ધો.6થી 8ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને રૂા.4200નો પગાર ગ્રેડ આપવા, બિનશૈક્ષણિક કામગીરી બંધ કરાવવા, નવી પેન્શન યોજના બંધ કરી જૂની ચાલુ રાખવા, મુખ્ય શિક્ષકોના આર.આર. નકકી કરવા અને નિવૃત શિક્ષકોના સ્થાને સહાયકોને પુરા પગારમાં સમાવવા સહિતનની માંગણીઆે કરવામાં આવી છે.

જેન્તીભાઈ આદ્રાેજાના જણાવ્યા મુજબ, આજે ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવવામાં આવશે અને તેમ છતાં જો પ્રñનું નિરાકરણ નહી આવે તો આગામી તા.15 અને 16ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો ધરણાં પર બેસશે.

Comments

comments

VOTING POLL