રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા મથકોએ હાદિર્કના સમર્થનમાં કાેંગ્રેસના ધરણાં

September 7, 2018 at 12:21 pm


પાટીદાર અનામત આંદોલન સમિતિના હાદિર્ક પટેલ છેલ્લા 14 દિવસથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ પર બેઠા છે. તેમના સમર્થનમાં આજે કાેંગ્રેસ દ્વારા તમામ જિલ્લા મથકોએ 24 કલાકના ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આજે સવારે 11 વાગ્યાથી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી યોજાનારા આ ધરણાંના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

રાજકોટ ખાતે જિલ્લા પંચાયત ચોકમાં કાેંગ્રેસના જિલ્લા પ્રમુખ હિતેષભાઈ વોરા, તાલુકા પ્રમુખ સંજયભાઈ ખૂંટ સહિત કાેંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપવાસ પર બેઠા છે. દરમિયાનમાં આજે સવારે કાલાવડ રોડ પર આવેલા આત્મીય કોલેજમાં 300 જેટલા વિદ્યાર્થીઆેએ કોલેજમાં પ્રવેશતા પહેલાં હાદિર્ક્ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

Comments

comments

VOTING POLL