રાજકોટ સહિત રાયભરમાં સ્કૂલના નામે મંજૂરી લઇ ટયુશન કલાસ ચલાવવાનું મોટું કૌભાંડ

May 25, 2019 at 4:58 pm


શિક્ષણ ક્ષેત્રે સુવિધા વધારવા અને શિક્ષણનું સ્તર–ગુણવત્તા ઉંચી લાવવા માટે અમે ભરપુર પ્રયાસો કરી રહ્યા છીએ તેવી વાતો સરકાર અને શિક્ષણશાક્રીઓ ગળું ફલાવી–ફલાવી કરે છે પરંતુ એ નરી વાસ્તવિકતા છે કે શિક્ષણ હવે સેવાનું માધ્યમ રહ્યો નથી અને તેણે પોતાની પવિત્રતા પણ ગુમાવી દીધી છે. વિધાર્થીઓ અને વાલીઓને લૂંટવાની અને પૈસા કમાવવાની ટંકશાળ શિક્ષણક્ષેત્ર બની ગયું છે.

શિક્ષણ જગતની ઓપન સિક્રેટ સમાન અને ચોંકાવનારી વાત એ છે કે, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ૨૦૦૦ જેટલી શાળાઓ માત્ર સરકારના ચોપડે બોલે છે. સરકારની મંજૂરી મેળવ્યા બાદ આવી શાળામાં વિધાર્થીઓ જોવા મળતા નથી પરંતુ શાળાની મંજૂરીનો ઉપયોગ ટયુશન કલાસના સંચાલકો ઉઘાડેછોગ કરી રહ્યા છે. ટેકસ બચાવવા માટે જેમ બોગસ બિલનું કૌભાંડ બનતું હોય છે તેમ શાળાની મંજૂરી લેવાના બદલે ટયુશન કલાસ સંચાલકો જે શાળાની સરકારે મંજૂરી આપી છે તેના લેટરપેડનો ઉપયોગ કરીને શાળાને તે પેટે નાણાં ચૂકવી દે છે. વિધાર્થી આખું વર્ષ ટયુશન કલાસમાં ભણે છે અને યારે બોર્ડની પરીક્ષામાં પાસ થાય છે ત્યારે આવા ટયુશન કલાસના સંચાલકો તેને પોતાને જે સ્કૂલ સાથે એમઓયુ થયા હોય તેવી સ્કૂલનું સટિર્ફિકેટ પકડાવી દે છે.

બોર્ડની પરીક્ષામાં ઉંચા માર્કસ લાવવા અને તેમાં પણ ખાસ કરીને મેરિટ સબજેકટમાં ટકાવારી ટોચ પર રહેવા માટે વિધાર્થીઓ અને વાલીઓએ રીતસરની આંધળી દોટ લગાવી છે તેનો પુરેપુરો લાભ અને ગેરલાભ આવા ટયુશન કલાસના સંચાલકો મેળવી રહ્યા છે. મંજૂરી મેળવેલી સ્કૂલ સાથે વણલખ્યું એમઓયુ કરી ટયુશન કલાસ સંચાલકો ધીકતી કમાણી કરી રહ્યા છે. અલગ–અલગ સબજેકટના નિષ્ણાત શિક્ષકો ગ્રુપ બનાવીને ટયુશન કલાસ ચલાવતા હોય છે અને સ્કૂલ સાથેના ટાયઅપને કારણે તેના વિધાર્થીઓને પણ કોઈ જાતની સમસ્યા નડતી નથી.

અમારું સંતાન યાં ભણે છે તે ખરેખર સ્કૂલ છે કે નહીં ? સ્કૂલની મંજૂરી છે કે નહીં ? તેવા કોઈ સવાલો વિધાર્થીઓ કે વાલીઓ પૂછતા નથી અને જે કોઈ પૂછે છે તેમને ‘બીજા કોઈને કહેતા નહીં’ તેમ જણાવીને જે તે સ્કૂલ સાથેના ટાયઅપની વિગતો આપતાં હોય છે. સુરત જેવી દૂર્ઘટના બને ત્યારે હોબાળો મચાવવામાં આવે છે પરંતુ બાકીના દિવસોમાં તો મિલિભગતને કાંઈ વાંધો આવતો નથી. સુરતની દૂર્ઘટના બાદ થોડા દિવસો માટે તંત્રવાહકો હાકલા પડકારા કરશે અને ત્યારબાદ ‘જૈસે થે’ની પરિસ્થિતિ આવી જશે

Comments

comments

VOTING POLL