રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાલથી ઠેર-ઠેર મેળા: લોકો ફેસ્ટિવલ ફિવરમાં ઝકડાશે

August 31, 2018 at 11:13 am


આવતીકાલે રાંધણ છઠ્ઠથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મેળા યોજાશે. સૌરાષ્ટ્રની ભવ્ય અને ભાતીગળ પરંપરાના ભાગપે પાંચ દિવસ યોજાનારા લોકમેળામાં લાખોની માનવ મેદની ઉમટી પડશે. રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા પાંચ દિવસના લોકમેળાનું ઉદ્ઘાટન શિક્ષણ વિભાગના કેબીનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સવારે 10 વાગ્યે કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રેસકોર્ષમાં મેળાનું આયોજન કરાયું છે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાંચ જેટલા ખાનગી મેળા પણ યોજાવાના છે. રાજકોટમાં મેળાને ‘ગોરસ’ નામ આપવામાં આવ્યું છે અને પ્લાસ્ટીક ફ્રી મેળો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. કલેકટર ડો. રાહલ ગુપ્તા અને પ્રાંત અધિકારી એ.ટી.પટેલની રાહબરી હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓ પુરી થઈ ગઈ છે.
રેસકોર્ષના મેળામાં જો કોઈ કુદરતી આપતિ સર્જાય તો તેને પહોંચી વળવા ા.4 કરોડનો વિમો લેવામાં આવેલ છે. મેળામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા અને 16 વોચ ટાવર લગાવવામાં આવ્યા છે. 3000 જેટલા પોલીસો બંદોબસ્તમાં મુકાયા છે અને કંટ્રોલ મ પણ શ કરાયો છે.
મેળા દરમિયાન ટ્રાફિકના પ્રશ્ર્નો ન ઉદ્ભવે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી પાર્કીંગની ખાસ વ્યવસ્થા કરી છે. અનેક રસ્તાઓ વાહન વ્યવહાર માટે પ્રતિબંધીત જાહેર કરાયા છે.

Comments

comments

VOTING POLL