રાજકોટ સિવાયની સૌરાષ્ટ્ર્રની વિમાની સેવાઓ કાલે બંધ

June 12, 2019 at 5:00 pm


સૌરાષ્ટ્ર્રના દરિયા કાંઠે આવતીકાલે ખતરનાક વાવાઝોડું ‘વાયુ’ ત્રાટકવાનું છે જે ભયાનક વિનાશ નોતરી શકે તેમ હોય જામનગર, પોરબંદર અને ભાવનગર એરપોર્ટ આવતીકાલે બધં રહેશે. સૌરાષ્ટ્ર્રભરના એરપોર્ટ ઓથોરીટી દ્રારા ગઈકાલથી જ મીટીંગો યોજીને એરપોર્ટ સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે રાજકોટ એરપોર્ટની ફલાઈટ આવતીકાલે યથાવત ઉડાન ભરશે. સ્ટાફને વાવાઝોડા સામે નીપટવા માટે અત્યારથી સજજ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદથી પોરબંદર, મુન્દ્રા અને ભાવનગર જતી ફલાઇટ રદ કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર, મહુવા તથા દિવમાં વર્તાશે તેવા હવામાન વિભાગના નિર્દેશ મળી રહ્યા છે. જે મુજબ હવે સૌરાષ્ટ્ર્રભરમાં ઉડતી ફલાઈટો પણ અસરગ્રસ્ત થવાની શકયતા જોવામાં આવી રહી હતી. ત્યારે ગાંધીનગરથી મળેલા નિર્દેશ મુજબ રાયમાં સંભવિત વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર્ર વિસ્તારના હવાઈ મથકો, યાત્રાધામોની બસ સેવા તથા દરિયા કાંઠા વિસ્તારના રેલવે સ્ટેશન તથા એરપોર્ટ પર યાતાયાત સેવાઓને તકેદારીના ભાગરૂપે બધં રાખવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે આપેલી વિગતો મુજબ સરકાર આ મામલે સતત સંપર્ક રહી તમામ પ્રકારની મદદ પુરી પાડવા માટે પ્રતિબધ્ધ રહેશે.
વેરાવળથી ૩૦૦ કિલોમીટર અને મુંબઈથી ૩૫૦ કિલોમીટર દુર મંડરાઈ રહેલા વાયુ વાવાઝોડાની અસર આજે રાત્રે દરિયા કાંઠાના વિસ્તારો પર જોવા મળશે. જેના કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હળવાથી અતિભારે વરસાદ પણ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ સિવાયના એરપોર્ટ બધં રાખવાનો નિર્ણય તત્રં દ્રારા લેવામાં આવ્યો છે.
વાવાઝોડું કાલે સવારે પોરબંદર અને મહુવા વચ્ચે તથા દીવ ક્ષેત્રની આસપાસ પહોંચી તોફાની વંટોળમાં પરિવર્તિત થઈ શકે છે ત્યારે સૌરાષ્ટ્ર્રભરની ફલાઈટ માટે કાર્યરત જામનગર, ભાવનગર અને પોરબંદર એરપોર્ટ બધં રહેશે તેવી તત્રં દ્રારા જાહેરાત કરવામાં આવી છે.

આજે સવારથી સૌરાષ્ટ્ર્રના દરિયાઈ વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે. રાત સુધીમાં ૧૧૦ થી ૧૨૦ પ્રતિ કલાક ઝડપે પવન ફંકાવાની શકયતાના પગલે એરપોર્ટ ઓથોરીટી દ્રારા અગમચેતી સ્વરૂપ સંભવિત અસર સામે નીપટવા માટે સ્ટાફને સજજ કરી દેવામાં આવ્યો છે. અસર પામનારા હવાઈ મથકોની કામગીરી બધં રહેશે તેવા સ્પષ્ટ્ર નિર્દેશ રાય સરકાર દ્રારા આપવામાં આવ્યા છે. જયારે રાજકોટ એરપોર્ટ ઓથોરીટી શર્માએ રાજકોટની ફલાઈટ યથાવત રહેવાના નિર્દેશ આપ્યો છે

Comments

comments