રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઈનફલૂનો ફºંફાડોઃ બે પોઝિટિવ બે શંકાસ્પદ દર્દી દાખલ

September 11, 2018 at 12:12 pm


રાજકોટ શહેર અને જિલ્લાના લોકો હજુ ડેંગ્યુ, મેલેરિયાના ભયથી મુકત થયા નથી ત્યારે સ્વાઈનફલૂએ ફુફાડો મારતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે બે કેસ પોઝિટિવ નાેંધાયા બાદ વધુ બે શંકાસ્પદ કેસ નાેંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

આ અંગેની આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ સિવિલમાં ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં મનુભાઈ પોપટભાઈ જીયાણા ઉ.વ.55 રહે.અમરાપુર ગામ તાલુકો બાબરા તથા વેરાવળના ભાલકા ગામના દેવપુરી ભવાનગીરી ગોસ્વામી ઉ.વ.55 નામના બે દદ}ને સ્વાઈનફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેઆેના લોહી, પેશાબના નમુના લઈ લેબોરેટરી માટે મોકલાવ્યા બાદ તેઆેને સ્વાઈનફલૂ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા તેઆેને સઘન સારવાર આપવાનું શરૂ કર્યુ હતું.

ત્યારબાદ આજે વેરાવળના ભાલકા ગામના રહેવાસી કિરણબેન અશોકગીરી મેઘનાથી ઉ.વ.28 નામની મહિલા તથા જૂનાગઢના માળિયાહાટીનાના રહેવાસી ચંપાબેન મનસુખભાઈ પરમાર ઉ.વ.45 નામની બન્ને મહિલાઆેને તાવ, શરદી, ઉધરસની બિમારીમાં કોઈ ફરક નહી પડતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેઆેને સ્વાઈનફલૂ હોવાની શંકાએ સારવારમાં સ્વાઈનફલૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઆેના લોહી, પેશાબના નમુના લઈ લેબોરેટરી માટે તબિબોએ મોકલાવ્યા છે.

Comments

comments

VOTING POLL