રાજકોટ સીજીએસટી એડિશનલ કમિશનર આર.કે.ચંદનની બદલી

October 9, 2019 at 4:15 pm


સીજીએસટી રાજકોટ ખાતે ફરજમાં એડિશનલ કમિશનર આર.કે. ચંદનની જામનગર કસ્ટમ વિભાગ ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાન પર તેમનો કાર્યભાર જોઇન્ટ કમિશનર અભિલાષ કે. શ્રીનિવાસનને તાત્કાલિક અસરથી તારીખ સાત આેક્ટોબરથી સાેંપવામાં આવ્યો છે. ખેતી જોઇન્ટ કમિશનર શ્રીનિવાસનને હવે જેસી કમિશનર રાજકોટ તરીકે અરજી કાર્યરત કરવામાં આવ્યા છે.

જોઇન્ટ કમિશનર અભિલાષ કે શ્રીનિવાસનને કમિશનર સેવોતમ /કરદાતાઆેના પ્રશ્નો તથા જનસંપર્ક ની જવાબદારી સાેંપવામાં આવી છે. આ ઉપરાંત સીજીએસટી હેડકવાર્ટરના એસ્ટાબ્લીશમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, એકાઉન્ટ સહિતના ખાતાઆેની જવાબદારી પણ સાેંપવામાં આવી છે. રિપોર્ટસ સંલગ્ન પ્રશ્નો તથા થર્ડપાર્ટી ડેટા, હેડક્વાર્ટર ની કાયદાકીય તેમજ ગોપનીય બાબતો, જમીન અને ઇમારત ને લગતા પ્રશ્નો જેમાં કેન્ટીન તથા ગેસટાઊસ નો સમાવેશ થતો હોય, હેડકવાર્ટરના ટેિક્નકલ પ્રશ્નો ઉપરાંત માહિતીના અધિકારના કાયદા સહિતના પ્રશ્નો તેમજ ટેક્સ રિકવરી સેલ ની જવાબદારી, 50 લાખથી અંદરના સ્કીમ 2019 ના પ્રશ્નો, જીએસટીએનની કાર્યપ્રણાલી, રાજકોટ 1 તથા 2 ના સીજીએસટી વિભાગોનું દેખરેખ તથા નિયંત્રણ ની સાથોસાથ એડિશનલ તથા જોઈન્ટ કમિશનરની જવાબદારીઆે ઉપરાંત કમિશનરને કરવાની થતી તમામ જવાબદારીઆેનું વહન કરવાનો ચાર્જ સાેંપવામાં આવ્યો છે.

Comments

comments