રાજકોટ સ્થા.જૈન મોટા સંઘનાં 21 સભ્યોની ચૂંટણી જાહેરઃ 3જીએ મતદાન

February 11, 2019 at 3:44 pm


રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની હોદ્દેદારો અને કાર્યવાહક સમિતિનાં સભ્યોની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણી માટે તા.3/3ના મતદાન વિરાણી પૌષધ શાળામાં કરાશે.

ચૂંટણી સંઘના એક ઉપપ્રમુખ, બે મંત્રીઆે તથા એક ખજાનચી તથા કાર્યવાહક સમિતિના 17 સભ્યો મળી કુલ 31 સભ્યો માટે 3 વર્ષની મુદત માટે થશે. કોરા ઉમેદવારી પત્રો તા.18થી 19ના દિવસે સવારે 11થી 1 દરમિયાન ચૂંટણી કાર્યલયેથી વિતરણ થશે. ઉમેદવારી પત્ર ભરીને તા.20 થી 22 સુધીમાં સવારે 11 થી 1 વાગ્યા સુધીમાં રજૂ કરવાનું રહે છે. ઉમેદવારી પત્ર ચકાસણી તા.22ના સાંજના 4-00 વાગ્યે હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પરત ખેંચવાની છેંી તારીખ 24 સુધીની રહેશે. ઉમેદવારીની ફાઈનલ યાદી તા. 25 અથવા 26ના જાહેર કરવામાં આવશે. મતદાન તા.3ને રવિવારે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ, કોઠારિયા નાકા પાસે રાખવામાં આવશે. મત ગણતરી મતદાન પુરુ થયા બાદ તુંરત જ યોજવામાં આવશે અને પરિણામ ગણતરી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL